ભાસ્કર ઈમ્પૅક્ટ:અંતે તંત્રે વઢવાણ ફાર્મસી કોલેજથી કોઠારિયા વચ્ચેનો વીજપોલ હટાવ્યો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ-કોઠારિયા જતા ફાર્મસી કોલેજની સામે રસ્તાની વચ્ચે જ જોખમરૂપ વીજપોલને દૂર કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
વઢવાણ-કોઠારિયા જતા ફાર્મસી કોલેજની સામે રસ્તાની વચ્ચે જ જોખમરૂપ વીજપોલને દૂર કરવામાં આવ્યો હતો.

વઢવાણ-કોઠારિયા જતા ફાર્મસી કોલેજની સામે રસ્તાની વચ્ચે જ જોખમરૂપ વીજપોલને દૂર ન કરીને થાંભલા પર રેડીયમ લગાવવામાં આવ્યું હતું. પરંતુ જોખમી વીજપોલની ગંભીરતા લઇને પીજીવીસીએલ તંત્ર દ્વારા અંતે રસ્તા વચ્ચેથી આ વીજપોલ દૂર કરવામાં આવ્યો હતો. વઢવાણ કોઠારિયા જતા રસ્તામાં ફાર્મસી કોલેજ સામેના રોડ પહોળો બનવાની સાથે ડામર રોડ થઇ જવા છતા રસ્તામાં પીજીવીસીએલ લાઈનના થાંભલો નડતરૂપ બન્યો હોવાની બુમરાણો ઉઠી હતી.

પરિણામે અહેવાલ છપાયા બાદ પીજીવીસીએલ તંત્ર દ્વારા રસ્તા વચ્ચેના વીજપોલ થાંભલા પર રેડિયમ લગાડીને રસ્તા વચ્ચેથી વીજપોલ ખસેડ્યો ન હતો. આ બાબતની ગંભીરતા લઇને તા. 5 માર્ચને શનિવારે પીજીવીસીએલની ટીમે વીજપોલને દૂર કરતા લ લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. વઢવાણ પીજીવીસીએલના અધિકારી પ્રફુલ્લભાઈ પંચાસરાએ જણાવ્યું કે, વીજપોલ પરની લાઈનો તો પહેલા જ દૂર કરાઈ હતી અને વીજપોલને પણ આ રસ્તા વચ્ચેથી દૂર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...