તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો:સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 મુદાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી નવો ચીલો પાથર્યો

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટડીમાં દરેક જ્ઞાતિના આગેવાનોને હાજર રાખી ધારાસભ્ય દ્વારા ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરાઇ
 • અનેક વાયદાઓ કોંગ્રેસે કર્યા

સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાની છ વોર્ડની 24 બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર કાર્યમાં વ્યસ્ત છે. ત્યારે પાટડી શહેર કોંગ્રેસે પાટડી નગરના K1 કેટેગરીમાં સમાવાયેલા અને નારણપુરા તથા હિંમતપુરાના ગ્રામજનોને તળીયાના હક્ક આપવાની સાથે 15 મુદાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી નવો ચીલો પાથર્યો હતો.

દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઇ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં સોમવારે પાટડી વિજય ચોકમાં નગરપાલિકાની ચૂંટણી માટેનો 15 મુદાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી એક અલગ ચીલો પાથરવામાં આવ્યો હતો. કોંગ્રેસના 15 મુદાઓના આ ચૂંટણી ઢંઢેરામાં પાટડી શહેરના K1 કેટેગરીમાં સમાવાયેલા તમામ મકાન ધારકોને માલિકી હક્ક અને અધિકાર માટે કાનૂની લડત લડવાની સાથે નારણપુરા અને હિંમતપુરાને સીટી સર્વેમાં સમાવેશ કરવાની સાથે સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે. દર મહિને વોર્ડ દીઠ જનતા દરબાર યોજી લોકોના પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવામાં આવશે. નગરપાલિકામાં દાખલા કે પ્રમાણપત્ર માટે એડવાન્સ ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. ગટર અને ગંદકીના પ્રશ્નોને પ્રાથમિકતા પ્રવાસીઓ માટે પીક-અપ સ્ટેન્ડની સુવિધા આપવામાં આવશે અને સમગ્ર પાટડી નગરને સીસીટીવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને સફાઇ કર્મીઓના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.

વધુમાં પાટડીમાં લારી ગલ્લા તથા ફેરીયાઓનો દબાણના પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ કરી યોગ્ય જગ્યા ફાળવવામાં આવશે. સિનિયર સીટીઝન પાર્ક અને બાલ ક્રિડાંગણને અત્યંત આધુનિક બનાવવામાં આવશે અને પ્રથમ કારોબારીમાં જ શિક્ષણ અને આરોગ્ય અંગેની કથળતી હાલતને સુધારવા દરેક સમાજના વરિષ્ઠ આગેવાનોને સાથે રાખીને જન કલ્યાણ સમિતીની રચના કરવા સહિતના 15 મુદાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિક્રમભાઇ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલાભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષભાઇ ઝીંઝુવાડીયા અને હિંગોરભાઇ રબારી સહિત દરેક વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો