કરા સાથે વરસાદ:પાટડીમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો, કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ચીંતાનો માહોલ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા આજે વહેલી સવારે અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો. ત્યારે કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો. પાટડીમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ કેટલાંક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમા હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.

માવઠું થતા ખેડૂતો ફરી ચીંતામાં મુકાયા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે જોરદાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ અન્ય કેટલીક ગ્રામીણ વિસ્તારોમા વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉનાળાના પ્રારંભે જ માવઠું થતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે.

રણમાં મીઠું પકવતા અગરિયાને ભારે નુકસાની
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમા ખુલ્લામાં પડેલા ઉત્પાદનને પણ નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે સતત ચોથા વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ ઉનાળાના પ્રારંભિક સમયમાં માવઠાના માર સહન કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આ કમોસમી માવઠાના પગલે રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારોને મીઠામાં ભારે નુકસાની થતાં એમની હાલત અત્યંત કફોડી બની છે. હજી જો રણમાં વરસાદ ખાબકે તો અગરિયા પરિવારો રણમાં જ ફસાઇ જવાની દહેશત ઉભી થતાં એમનો જીવ પડીકે બંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...