જળસંચય અભિયાન:જિલ્લામાં રૂ. 16.64 કરોડના ખર્ચે 547 તળાવ ઊંડા કરાશે

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણના માળોદ ગામેથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરાયો. - Divya Bhaskar
વઢવાણના માળોદ ગામેથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરાયો.
  • તળાવના કામ પૂર્ણ થતાં 2682623 ઘન મીટર પાણીનો વધુ સંગ્રહ થશે

સુરેન્દ્રનરગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.જેમાં જિલ્લાના 547 તળાવોમાં લોક સહયોગથી જળસંચય અભિયાન થકી ઉંડા ઉતારવામાં આવશે.જેમાં તાલુકા પંચાયત હસ્તકના 325, સિંચાઇ પંચાયત હસ્તકના 186, સિંચાઇ સ્ટેટના 36 તળાવો આવરી લેવાયા છે.જેના માટે રૂ.16.64 કરોડના ખર્ચ કરાશે જેમાં 2682623 ઘનમીટર પાણીનો વધુ સંગ્રહ કરવાની ક્ષમતા થશે. ઝાલાવાડમાં દર ઉનાળે પીવાના પાણીની પારાયણ જોવા મળે છે.

અનેક ગામોમાં સિંચાઇ માટે ખેડૂતોને નર્મદાના નીર મૃગજળ સમાન બન્યા હોવાથી નર્મદા કેનાલ પાણી માટે આંદોલન પણ કરવા પડ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના સક્રિય રીતે કાર્યરત છે.જેની મદદથી પાણીની સમસ્યા હલ કરવા આયોજન કરાયુ હતુ.જેમાં તાલુકા વિકાસ અધિકારીઓને જળસંચય અભિયાન હાથ ધરવા માં આવી હતી.જેના માટે વિવિધ ગામો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી.જે ગામોની દરખાસત આવી હતી ત્યાં લોકસહયોગ અને ગ્રામપંચાયત દ્વારા તળાવ ઉડા ઉતારવા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં જિલ્લામાં જેમાં તાલુકા પંચાયત હસ્તકના 325, સિંચાઇ પંચાયત હસ્તકના 186, સિંચાઇ સ્ટેટના 36 તળાવો આવરી લઇ કુલ 547 તળાવો રૂ.16.64 કરોડના ખર્ચે ઉંડા ઉતારાશે જેના કારણે 2682623 ઘનમીટર પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે.આ યોજનામાં ખાસ કરીને વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ચાવડાભાઇએ ગ્રામપંચાયતોની દરખાસ્ત મંગાવતા વઢવાણ તાલુકાના 27 ગામોની દરખાસ્ત આવી હતી.ત્યારે વઢવાણ તાલુકાના માળોદ ગામેથી જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

જેને કલેક્ટર પીએનમકવાણા, વઢવાણ એપીએમસી ચેરમેન રામજીભાઇ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ રાયમલભાઇ ચાવડા, મોહનભાઇ પટેલ, નાયબ મામલતદાર હરપાલસિંહ ડોડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ યોજનામાં જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સૌથી વધુ ચોટીલા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જયારે પાણીની સારી સગવડતા ધરાવતા ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી ઓછા તળાવનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જિલ્લાના આ તળાવો જો સારા વરસાદને કારણે ભરાઇ જાયતો પાણીની સમસ્યા ઘણી હળવી બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...