તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લામાં ગુરુવારે 5638એ પ્રથમ, 1514એ બીજો ડોઝ લીધો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતત બીજા દિવસે પણ કોરોનાનો કેસ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે કોરોનાનો એક પણ કેસ ધ્યાને આવ્યો ન હતો. જ્યારે આ દિવસે 7152 લોકોએ રસી લેતા 5638 લોકોએ પ્રથમ, 1514 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં રસીકરણનો આંક 3,66,833 પર પહોંચ્યો હતો.

જ્યારે ગુરુવારે જિલ્લામાં 41 કેન્દ્ર પર રસીકરણ હાથ ધરાતા સવારના 10થી સાંજના 7 કલાક સુધીમાં 7152 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 18-44 વયના 4209 તથા 45-60ની ઉંમરના 1787 તેમજ 60થી ઉપરની ઉંમરના 1156 લોકોએ રસી મૂકાવી હતી.

ગુરુવારના દિવસે સૌથી વધુ પ્રથમ ડોઝની સંખ્યા રહેતા 5638 લોકોની રસી સામે 1514 લોકોએ બીજો ડોઝની રસી લીધી હતો. બપોરના 1 કલાકે 1363 લોકોએ રસી મૂકાવી હતી. જેની સામે દિવસ દરમિયાન સૌથી ઓછી સાંજના 6 કલાકે માત્ર 174 લોકોએ રસીનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...