તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણીયો જુગાર:જિલ્લામાં જુગાર રમતાં 25 શખસ 1.94 લાખની મતા સાથે ઝડપાયા

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં સુરેન્દ્રનગર, મૂળી, સાયલા,અને ધ્રાંગધ્રા પંથકમાં જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા સ્થળોએથી પોલીસે 19 શખસને રૂ. 1,94,280ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામ શખસો સામે ગુનો નોંધાયો હતો.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સીટી પોલીસે વાદીપરા પરમારનો બંગલો વાળા બંગલે દરોડો કરતા મનહરલાલ પરમાર, શશીકાંન્ત ઉમરાણીયા, વિજય આદેસરા, હર્ષદ પરમાર , દિલિપ માંડલિયા, ઇતેષ માંડલીયાને જુગાર રમતા રોકડા 37, 500, 7 મોબાઇલ કિંમત રૂ.12,000 , 2 સ્કૂટર કિંમત રૂ.40,000 સહિત રૂ.91,100નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પીએસઆઇ એન.એ.ડાભી, ધનરાજસિંહ વાઘેલા,મુકેશભાઇ ઉતેળીયા, વિજયસિંહ પરમાર, કિશનભાઇ ભરવાડ સહિત સી.ટી.પોલીસ સ્ટાફ જોડાયા હતા.

જોરાવરનગર
જોરાવરનગર પોલીસ ટીમ અણીદ્રા ગામે દરોડો કરતા યશપાલસિંહ રાઠોડ, વિરેન્દ્રસિંહ રાઠોડ, રાજેશ વસવેલીયા, ઇમરાન મલેક, દિલાવર મલેક, દિગ્વીજયસિંહ ઝાલા એમ 6ને રોકડા રૂ.32,430 મુદામાલ સાથે ઝડપ્યા હતા. પીએસઆઇ એન.એચ.કુરેશીના માર્ગદર્શનમાં એએસઆઇ હેમદીપ મારવણીયા, જયદીપભાઇ કલોત્રા સહિત ટીમ જોડાઇ હતી.

મૂળી
મૂળી પોલીસ ટીમે વગડિયા મફતિયાપરામાં રેડ કરતા જુગાર રમતા અશ્વિન પનારા, હરેશ સિતાપરા, મુકેશ પનારા, મનુ પનારા, વિક્રમ બાંટિયાને પોલીસે ઝડપી 22,240 રોકડા અને 5 મોબાઇલ સહિત રૂ.62,740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે 6 સામે ગુનો નોંધી તપાસ રાયસંગભાઇ ચલાવી રહ્યા છે .

સાયલા
સાયલાના સુદામડા ગામે સાયલા પોલીસે રેડ કરી જુગાર રમતા કલાભાઇ તલસાણીયા પોલીસને જોઇ નાસી જતા નજીકમાં આવેલા કેનાલમાં પડી જતા હાથના ભાગે ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. જુગાર રમતા દિનેશ ઉર્ફે બુધો અઘારા, રમેશ ઉર્ફે વિમલ મેણીયા, મનસુખ ઉર્ફે મણીશંકર ચૌહાણને ઝડપી રૂ.980 તેમજ 1 મોબાઇલ સાથે રૂ. 19,750નો મુદામાલ પકડી 4 સામે ગુનો દાખલ કર્યો છે.

ધ્રાંગધ્રા
જેસડામા પોલીસે રેડ પાડી જુગાર રમતા હનુભા ઝાલા, ધીરૂ જેસીગંભાઈ, હીરા નાગરભાઈને રોકડા 4,690 અને મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. કોપરણીમા ગામે જુગાર રમતા નરેશ કુરીયા, ખોડા સાપરા, મુકેશ ઝીઝુવાડીયા, રાજુ સાપરા, રાજુ ઝીઝરીયા અને અમરશી પરમારને રોકડા 18,150, બે બાઇક સહિત કુલ 51,000ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...