વળતર ચૂકવવા આદેશ:સુરેન્દ્રનગરના સુદામડા ગામે ડમ્પર ચોરાઈ જવાના કેસમાં કોર્ટે વળતર પેટે માલિકને રૂ. 17 લાખથી વધુની રકમ ચૂકવવાનો આદેશ કર્યો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે ડમ્પર ચોરાઈ જવાના કેસમાં કોર્ટ દ્વારા વળતર પેટે માલિકને રૂ. 17 લાખ 10 હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે. સુરેન્દ્રનગરના એડવોકેટ રાજુ આચાર્યએ ગ્રાહકનો કેસ લડી અને તાત્કાલિક અસરે રકમ ચૂકવવાનો હુકમ કરાવ્યો હતો.
ડમ્પર વડોદરા ખાતેથી ચોરાઈ ગયું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે રહેતા એક વ્યક્તિનું ડમ્પર ચોરાઈ જતા તેમણે વળતર પેટે રૂપિયા 17 લાખ 10 હજાર વ્યાજ સાથે ચૂકવવા માટે ગ્રાહક સુરક્ષા ફોરમે વીમા કંપની સામે ક્લેમ રજૂ કર્યો હતો. આ કેસની વિગત એવા પ્રકારની છે કે, સુદામડા ગામે રહેતા ઘબરુ સોમાભાઈ તેમનું ડમ્પર નંબર (GJ-31-Z-0735) વડોદરા ખાતેથી ચોરાઈ ગયું હતું. ત્યારે બજાજ એલિયન્સ જનરલ ઇન્ફીન કંપનીનો પેકેજ પોલીસીથી વીમો ઉતરાવ્યો હતો. આ ડમ્પર વડોદરા કામ ઉપર મુકાયું હતું અને ગોલ્ડન કે ઓર કોમ્પલેક્ષ તરસાણી બરોડા ખાતે પાર્ક કર્યુ હતુ.
પૈસા ચૂકવી દેવા વીમા કંપનીને આદેશ
ત્યાંથી ડમ્પર ચોરાઇ જતાં મકરુરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ વીમા કંપનીને વળતર માટે ક્લેમ રજૂ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ક્લેમ ના મંજૂર કરતા તેમને ગ્રાહક સુરક્ષા ફોર્મમાં દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં સુરેન્દ્રનગરના એડવોકેટ રાજુ આચાર્યએ કેસ લડ્યો હતો. આ કેસ ફોર્મમાં ચાલી જતા દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ ડમ્પર માલિકને વળતર પેટે રૂ. 17 લાખ 10 હજાર નવ ટકા વ્યાજ સાથે તેમને માનસિક ત્રાસની અરજી ખર્ચ 7 હજાર ચૂકવી દેવા માટે વીમા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...