તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચોરી, મારામારીના કેસમાં જોરાવરનગરના શખસને પાસા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરાયો

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં મારામારી, ચોરીના ગુનામાં સંડોવાયેલા શખસ વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યૂ થયા હતા. આથી તેની અટકાયત કરી સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લામાં ખંડણી ઉઘરાવવા, અપહરણ, લૂંટ, મારામારી, દારૂ વેચાણ, જુગાર સહિત પ્રવૃતિ કડક હાથે ડામી દેવા પાસા હેઠળ પગલા લેવા સૂચન કર્યું હતું. આથી સીટી એ ડિવિઝન જોરાવરનગરમાં મારામારી ચોરી સહિતની અસામાજિક પ્રવૃતિમાં સંડોવાયેલા મનીષ ઉર્ફે પેગો જયકિશનભાઇ રામજીભાઇ અનાવડીયા (ઉં.22, રહે. રતનપર મીલની ચાલી) વિરૂધ્ધ પાસાના દરખાસ્ત તૈયાર કરાયા હતા. જે જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગરને મોકલતા આરોપી વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યૂ કર્યા હતા. આથી આરોપી મનીષ ઉર્ફે પેગો જયકિશનભાઇ અનાવડિયાની અટકાયત કરી સેન્ટ્રલ જેલ સાબરમતી અમદાવાદ હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...