સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે એક આખલાને હડકવા ઉપડતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ રખડતા ઢોરનો ભારે ત્રાસ છે. ત્યારે શહેરના જાહેર માર્ગોથી લઈ અને નાના મોટા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં આખલાઓ રખડતા ભટકતા નજરે પડે છે. અને ક્યારેક ક્યારેક આખલાઓ યુદ્ધ મચાવે છે. અને જેમાં અનેક વાહનો તેમજ અનેક લોકોને અનેકવાર ઈજાઓ પણ કરી છે. અને ઘણીવાર નિર્દોષ લોકોના મોત પણ નિપજવાનું સામે આવ્યું છે.
આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતી હોવાના કારણે જનતામાં રોષ ફેલાવવા પામ્યો છે. હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ ગામ ખાતે આઝાદ ચોકમા આખલાને હડકવા ઉપડતા આખલો લોકોની પાછળ દોડવા લાગ્યો હતો. અને રોડ રસ્તા ઉપર પડેલી વસ્તુઓને બચકા ભરવા માંડ્યો હતો.
તાત્કાલિક અસરે તંત્રને જાણકારી આપવામાં આવી હતી. અને પાંજરાપોળને જાણકારી આપવાની સાથે જ પાંજરાપોળ તેમજ જીવદયા પ્રેમીઓ તાત્કાલિક અસરે દોડ્યા હતા. અને સમયસૂચકતા વાપરી અને આખલાને દોરડા વડે બાંધી અને હડકવા ઉપડેલા આખલાને રીક્ષામાં નાખી અને લઈ જવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.