ચોરીના ઈરાદે હત્યા:સુરેન્દ્રનગરના જૈનાબાદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતા હુમલો કરી હત્યા નિપજાવી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના જૈનાબાદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતા હુમલો કરી હત્યા નિપજાવી - Divya Bhaskar
સુરેન્દ્રનગરના જૈનાબાદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતા હુમલો કરી હત્યા નિપજાવી
  • તસ્કરોએ ધારિયા કે છરી જેવા તીક્ષણ હથિયારથી હુમલો કરી હત્યાને અંજામ આપ્યો
  • પોલીસે ડોગ સ્કવોડ, FSL અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈ તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગર જીલ્લાના જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધાની સનસનીખેજ વિગતો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરો સાથે ઝપાઝપી કરતા માથામાં ધારીયા કે છરી જેવા તીક્ષ્ણ હથીયારનો ઘા માથામાં વાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જૈનાબાદમાં ચારથી પાંચ મકાનો અને દુકાનોના તાળા તૂટ્યાની વિગતો પણ સામેં આવી છે. જ્યારે પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી ડોગ સ્કવોડ, એફએસએલ અને ફ્રિન્ગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધાની સનસનીખેજ વિગતો સામે આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. પાટડી તાલુકાના જૈનાબાદ ગામે રહી ખેતીકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા અને જૈનાબાદ મેઇન બજારમાં રહેતા અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામા ગત રાત્રીના પોતાના નવા ઘરમાં એકલા સૂતા હતા અને બાકીના પરિવારજનો જૂના ઘેર સૂતા હતા. ત્યારે રાત્રીના અંધારામાં તસ્કરોની ગેન્ગ ચોરી કરવાના ઇરાદે એમના ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારે અવાજ થતાં મકાન માલિક અબ્દુલભાઇ વડગામા જાગી જતાં તસ્કરો સાથે એમને ઝપાઝપી થઇ હતી.

તસ્કરો સાથે ઝપાઝપી કરતા માથામાં ધારીયા કે છરી જેવા તીક્ષ્ણ હથીયારનો ઘા માથામાં વાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જૈનાબાદમાં ચારથી પાંચ મકાનો અને દુકાનોના તાળા તૂટ્યાની વિગતો પણ સામેં આવી છે. જ્યારે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી ડોગ સ્કવોડ, એફએસએલ અને ફ્રિન્ગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક અબ્દુલભાઇ વડગામાની મકાનની દિવાલ પર હાથના લોહીવાળા નિશાન મળી આવતા મૃતક આધેડ અને તસ્કરો વચ્ચે હુમલા અગાઉ ઝપાઝપી થઇ હોવાના અનુમાન સાથે પોલીસે એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામાના ત્રણેય દીકરાઓ ધ્રાંગધ્રા જ્યોતિ હોટલ પર કામ કરતા હોવાની વિગતો પણ સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...