કામગીરી:સુરેન્દ્રનગર-વઢવાણમાં ડિસેમ્બર 2022માં રોજ ટ્રાફિક ભંગમાં 124 લોકો દંડાતા કુલ 12.39 લાખનો દંડ કરાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારોમાં 3853 સામે કેસ, 11 વાહન ડિટેઇન કરી રૂ. 44,000નો દંડ કરાયો

સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ડિસેમ્બર-2022ના માસમાં જુદા જુદા નિયમોના ભંગના 3853 લોકો સામે કેસ કરીને રૂ. 12,39,200નો દંડ વસૂલાયો હતો. અને 11 વાહનો ડિટેઇન કરાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરાઇ રહી છે. તેમ છતા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો લોકો ભંગ કરી રહ્યા છે. આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ , ગેબનશાપીર સર્કલ, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ હેન્ડલુમચોક, જવાહર રોડ, , તેમજ રતનપર,જોરાવરનગર, ટાવર રોડ, બસ સ્ટેશન, ટાંકીચોક, પતરાવાળી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી.

જેમાં ડિસેમ્બર-2022 એટલે કે છેલ્લા એક માસમાં દરરોજ 124 થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા 3691 લોકોને હાજર દંડ રૂ. 11,82,400 કરાયો હતો. આ ઉપરાંત 11 જેટલા વાહનચાલકોના વાહનો ડિટેઇન કરીને 44,000નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 39 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 3900નો દંડ કરાયો હતો.

આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના -4, ટ્રાફિકને અડચણરૂપ લારી, રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા 112 કેસ તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 3 લોકો સામે કેસ કરાયા હતા. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 3853 લોકોને રૂ. 12,39,200નો દંડ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...