સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે 80 ફૂટ રોડ પર જાહેરમાં ભૂંડ પકડવા મામલે બે ગેંગ દ્વારા મારમારી કરવામાં આવી હતી અને જાહેરમાં તિક્ષ્ણ હથિયારથી સામ સામે હુમલો કરવામા આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.પોલીસે આજે આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં ઉઠબેસ કરાવી હતી.
LCBએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા
આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. અને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જો કે, આ ઝઘડો ભૂંડ પકડવા મામલે થયો હતો. ત્યારે ત્રણ ઈસમોને જીવલેણ ઇજાઓ પણ પહોંચી હતી.
આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું
આ મામલે હુમલાખોરોની અટકાયત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. અને આજે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતુ. જાહેરમાં 80 ફૂટ રોડ પર ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. અને ત્યારબાદ કાયદાનું ભાન જાહેરમાં લોકો સમક્ષ કરાવવામાં આવ્યું હતુ. અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધરે તેવા પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.