મારામારીના LIVE દ્દશ્યો:સુરેન્દ્રનગરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, સામસામે વાહનો અથડાવી એક બીજા પર તલવારો લઈ તૂટી પડ્યાં; બે આરોપીઓની ધરપકડ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • જૂથ અથડામણમાં ચાર લોકોને ઈજા પહોંચી, તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

સુરેન્દ્રનગરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા. જાહેરમાં સામસામે વાહનો અથડાવીને તલવારો ઉલાળતા લોહિયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીની ઘટનામાં ચાર ઈસમોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જૂથ અથડામણનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.પોલીસે જૂથ અથડામણ મામલે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાકીના ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ધોળા દિવસે જીવલેણ હથિયારોથી હૂમલો
સુરેન્દ્રનગરમાં જાહેરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. જાહેર રસ્તા પર એકબીજા સાથે વાહનો અથડાવતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા. ભૂંડ પકડનારા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું અનુમાન છે. ધોળા દિવસે એક બીજા પર જીવલેણ હથિયારોથી હૂમલો કરતા ચાર લોકોને ઈજા પહોંચી છે. જેથી તેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

બે આરોપીઓ ઝડપાયા, ચાર ફરાર
સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ મામલો જાહેર રોડ ઉપર આંતક ફેલાવનાર બે આરોપીને પોલીસે પકડી લીધા હતા. જ્યારે પોલીસ અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. જ્યારે પોલીસે નગરપાલિકા ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. જાહેર રસ્તા ઉપર બનેલી મારામારીની ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી કે, ભૂંડ પકડવાના મામલે અથડામણ થઇ હોવાનું બહાર આવ્યું છે.

તલવારો લઈ એક બીજા પર હુમલો કર્યો
તલવારો લઈ એક બીજા પર હુમલો કર્યો

જાહેરમાં બઘડાટી બોલતા અફડાતફડી મચી
બે જૂથોએ સામસામે વાહનો અથડાવીને તોડફોડ પણ કરી હતી. જાહેરમાં બઘડાટી બોલતા અફડાતફડી મચી હતી. ભરબજારે જૂથ અથડામણનો વીડિયો સામે આવતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

સામ સામે વાહનો અથડાવ્યાં
સામ સામે વાહનો અથડાવ્યાં
વાહનોમાં તોડફોડ પણ કરી
વાહનોમાં તોડફોડ પણ કરી
અન્ય સમાચારો પણ છે...