તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણધારી આફત:સુરેન્દ્રનગરમાં કોરોના થતાં માતા-પુત્ર એક જ રૂમમાં દાખલ હતા, પુત્રની નજર સામે માતાનું મૃત્યુ, પુત્રએ હિંમત હાર્યા વગર કોરોનાને હરાવ્યો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
કોરોનાના કારણે મૃત્યુ થનાર માતા અને કોરોના સામે જંગ જીતનાર પુત્ર
 • મીઠાઘોડાના માતા-પુત્ર પાટડીના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યાં હતા

કોરોનાની બીજી ઘાતક લહેરે અનેક લોકોના સ્વજનોને મોતના મુખમાં ધકેલી દીધા છે. કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધતા શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય પથંકના લોકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાઘોડા ગામના માતા-પુત્ર કોરોના પોઝિટિવ આવતા બંનેને પાટડી કોવિડ કેર સેન્ટરના એક જ રૂમમાં દાખલ કરવામાં આવ્યાં હતા, દુર્ભાગ્યવશ પુત્રની નજર સામે માતાનું કોરોનાના કારણે મૃત્યું થયું હતું. પુત્રએ હિંમત હાર્યા વગર દ્રઢ મનોબળ અને અડગ આત્મવિશ્વાસથી કોરોનાને માત આપી જીંદગીની જીત મેળવી કોરોના સંક્રમિત દર્દીઓને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

કોરોના થતા માતા-પુત્રને એકજ રૂમમાં દાખલ કરાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડે આવેલા મીઠાઘોડા ગામે રહેતા બાદલ મકવાણા અને તેમના માતા અજીબેનની તબીયત અચાનક લથડતા બંનેને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યાં માતા-પુત્ર બંનેનો રીપોર્ટ કોવિડ પોઝિટિવ આવતા બંનેને સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં પુત્રની વિનંતીને ધ્યાનમાં રાખીને બંનેને એક જ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેની તબીયત લથડતા બંનેને ઓક્સિજન સાથે સારવાર આપવામાં આવી હતી.

માતા અજીબેન મકવાણા
માતા અજીબેન મકવાણા

નજર સામે માતા મોતથી પુત્ર આઘાતમાં
કોરોનાની સારવાર દરમિયાન પુત્ર બાદલ મકવાણાની નજર સામે જ એમની માતા અજીબેન મકવાણાનું કોરોનાની સારવાર દરમિયાન અકાળે મોત નિપજતા ઓક્સિજન પર સારવાર લઇ રહેલો પુત્ર બાદલ મકવાણા પળવાર માટે ભાંગી પડ્યો હતો. પરંતુ મોંઢા પર ઓક્સિજન લગાવેલો હોવાથી કાંઇ જ બોલી શક્યો નહોતો પરંતુ એની આંખોમાંથી ચોંધાર આંસુ વહી રહ્યાં હતા. જ્યારે એનો બીજો ભાઇ કોરોનાથી માતાના મોતથી ભાંગી પડ્યોં હતો અને માતાના મૃતદેહને લઇ જઇ અંતિમવિધિ કરી હતી.

પુત્ર બાદલ મકવાણા
પુત્ર બાદલ મકવાણા

મારા પગ નીચેથી ધરતી જાણે સરકી ગઇ હતીઃ બાદલ
કોરોનાને હરાવી ઘરે પરત ફરનાર બાદલ મકવાણાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાના કહેર અનેક લોકોના સ્વજનોને મોતના મુખમાં ધકેલી દીધા છે. એમાં મારી માતાનું તો મારી નજર સામે જ થતાં મારા પગ નીચેથી ધરતી જાણે સરકી ગઇ હતી. પરંતુ મેં મારા મગજ પર કાબુ મેળવી હિંમત પુર્વક કોરોનાનો સામનો કરી જીત મેળવી હતી. કોરોનાથી ડરવાના બદલે એનો સામનો કરવાની સાથે મીઠાઘોડાન‍ા બાદલ મકવાણાએ જણાવ્યું કે, દરેક લોકો ફરજીયાત માસ્ક પહેરે, સેનેટાઇઝરના ઉપયોગની સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરે, અને દરેક સમાજના તમામ લોકો કોરોના વેક્સીન લેવાની સાથે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે, તો જ કોરોના ભાગશે, અને આપણે જીતીશું.

મિત્ર રમેશ મકવાણા(પીજીવીસીએલ- પાટડી) અને નરેશ મકવાણા(પીજીવીસીએલ-રાધનપુર)
મિત્ર રમેશ મકવાણા(પીજીવીસીએલ- પાટડી) અને નરેશ મકવાણા(પીજીવીસીએલ-રાધનપુર)

માતા બાદ બે મિત્રોને નજર સામે કોરોના સામે લાચાર બની મરતા જોઇ દિલ દ્રવી ઉઠ્યું હતુ : બાદલ મકવાણા
આ અંગે વધુ વિગત આપતા બાદલ મકવાણા આંખોમાં ઝણઝણીયા સાથે જણાવ્યું કે, મારી માતાનું હોસ્પિટલના બિછાને મારી નજર સમક્ષ મોત નિપજવાની ઘટના નિહાળ્યા બાદ મારા બે ખાસ મિત્રો પાટડી પીજીવીસીએલમાં કામ કરતા રમેશ મકવાણા અને રાધનપુર પીજીવીસીએલમાં કામ કરતા નરેશ મકવાણાને પણ કોરોનામાં મારી નજર સમક્ષ મરતા જોયા હતા. જે ઘટના મારા માટે કલ્પી ન શકાય એવી દુ:ખદ ઘટના હતી. પછી મેં આકાશ તરફ મીંટ માંડી ઇશ્વરને પ્રાર્થના કરવાની સાથે દ્રઢ મનોબળ વડે કોરોનાને હરાવવાનું નક્કી કર્યું અને સફળતા પણ મેળવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો