શિક્ષણની જ્યોત:સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે સમસ્ત કોળી સમાજનું પરિવર્તન શિક્ષણધામ આકાર લેશે, બિલ્ડીંગના ખાતમુહુર્ત સંદર્ભે ચોટીલામાં બેઠક મળી

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે સમસ્ત કોળી સમાજનું પરિવર્તન શિક્ષણધામ આકાર લેશે - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે સમસ્ત કોળી સમાજનું પરિવર્તન શિક્ષણધામ આકાર લેશે
  • શિક્ષણધામની અદ્યતન બિલ્ડીંગનું 18 મેના રોજ ખાતમુહુર્ત કરાશે
  • આધુનિક ટેકનોલોજી, વિશાળ લાયબ્રેરી, જુદી જુદી ફેકલ્ટીના તજજ્ઞો, રહેવા માટે રૂમો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે

સુરેન્દ્રનગર જિલ્લા મથક ખાતે આગામી દિવસોમાં સમસ્ત કોળી સમાજનું કરોડોના ખર્ચે પરિવર્તન શિક્ષણધામ આકાર લેવાનું છે. જેની બિલ્ડીંગનું ખાતમુહૂર્ત 18મેના રોજ કરવામાં આવશે. જે સંદર્ભે ચોટીલા ખાતે બેઠક મળી હતી. ચોટીલા કોળી સમાજની જગ્યામાં સમસ્ત કોળી સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી. 8 થી 10 કરોડના ખર્ચે અધ્યતન શિક્ષણધામ બનનારૂ છે તે સંદર્ભે આ બેઠક મળી હતી.

શ્રી પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના માધ્યમથી સમગ્ર ગુજરાતના સમસ્ત કોળી સમાજના દિકરા-દિકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બને તેવા આધુનિક પરિવર્તન શિક્ષણધામના બિલ્ડીંગ નિર્માણ કાર્યનું આગામી 18મેના ખાતમુહૂર્ત કરી શુભારંભ થનારૂ છે.

આ પરિવર્તન શિક્ષણધામમાં યુપીએસસી, જીપીએસસી સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમગ્ર રાજ્યના કોળી સમાજના યુવાનો-યુવતીઓને અહીંયા રહીને જ તાલીમ અને તૈયારીઓ કરી શકે તેવી સુવિધાથી સુસજ્જ હશે. જેમા આધુનિક ટેકનોલોજી, વિશાળ લાયબ્રેરી, જુદી જુદી ફેકલ્ટીના તજજ્ઞો, રહેવા માટે રૂમો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આગામી તા. 18મેના સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ રોડ ઉપર 3 એકર જમીન પર બિલ્ડીંગ નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે સંદર્ભે આગેવાનોની પ્રથમ બેઠક ચોટીલા ખાતે મળી હતી

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સમગ્ર કોળી સમાજના લોકો જોડાય તેવા હેતુથી ક્ષેત્ર પ્રમાણે, જિલ્લા તેમજ તાલુકા પ્રમાણે બેઠકોનું આયોજન કરી લોકો સાથે સંપર્ક કરવાની શરૂઆત ચોટીલાથી કરવામાં આવી હતી. આ બેઠકમાં વિસ્તારના કોળી સમાજના અગ્રણીઓ, કાર્યકર મિત્રો અને યુવાનો જોડાયા હતા. શિક્ષણ સેવાયજ્ઞમાં સમાજના લોકો વધુને વધુ જોડાય અને કાર્યક્રમને સફળ બનાવે તે માટે હાકલ કરવામાં આવી હતી. જેને યુવાનોએ વધાવી એજન્ડા મુજબ કાર્ય કરવાની શુભ શરૂઆત પણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...