સ્નેહમિલનનો કાર્યક્રમ:સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીનું 54 મિનિટ સુધી સ્વાગત થયું, ભાષણ આપ્યું માત્ર 13 મિનિટ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્ય હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્ય હતા.
  • મહેનત કરતા રહેજો મારી જેમ તમારો પણ વારો આવી શકે છે: સીએમ

સુરેન્દ્રનગરમાં શનિવારે વઢવાણ ભક્તિનંદન સર્કલે જિલ્લા ભાજપનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના આગમન બાદ ભાજપના સંગઠ્ઠનના કાર્યકર્તાઓએ સીએમનું 54 મિનિટ સ્વાગત કર્યું હતું. જ્યારે સીએમએ કરેલા 13 મિનિટના ભાષણમાં 182 સીટ લાવો એટલે એમાં બધુ આવી જાય તેમ કહીને કાર્યકર્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ રહેવા માટે હાંકલ કરી હતી. પોતાનો દાખલો આપી કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, મહેનત કરતા રહેજો મારી જેમ તમારો પણ વારો આવી શકે છે તેવું કહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે ડો. મહેન્દ્ર મુંજપરાએ કેન્દ્ર સરકારની યોજનાની માહિતી આપી તેનો લાભ લેવા લોકોને જણાવ્યું હતું. જ્યારે વિનોદ ચાવડાએ જણાવ્યું કે, મોરબી-કચ્છ કરતા આજે ઝાલાવાડમાં સવાયુ સ્નેહમિલન યોજાયું છે. જ્યારે આઇ.કે.જાડેજાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી પ્રશાંતભાઇ કોરાડ, વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, જિલ્લા પ્રભારી નિતીનભાઇ ભારદ્વાજ, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડો.અનીરૂધ્ધસિંહ પઢીયાર, જયેશભાઇ પટેલ, સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, પુર્વધારાસભ્ય ધનરાજભાઇ કૈલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...