શંકાસ્પદ મોત:સુરેન્દ્રનગરમાં યુવકની ફાંસો ખાઘેલી હાલતમાં મળી આવેલી લાશનો મામલો, હત્યાની આશંકા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.

અન્ય સમાચારો પણ છે...