તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સુરેન્દ્રનગર થાનગઢમાં દોઢ વર્ષના બાળકને લઇને માતાએ ટ્રેન નીચે પડતું મૂકતાં બંનેના કમકમાટી ભર્યા મોત

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટથી સુરેન્દ્રનગર જઇ રહેલી પાર્સલ ટ્રેન નીતે મહિલાએ પડતું મૂક્યું

સુરેન્દ્રનગરના થાન પંથકમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે થાનગઢમાં રાજકોટથી સુરેન્દ્રનગર જઇ રહેલી પાર્સલ ટ્રેન હેઠળ મહિલાએ તેના માસૂમ પુત્ર સાથે પડતું મૂકતા રાણીપાટ ગામની 25 વર્ષીય મહિલા તથા તેના દોઢ વર્ષના પુત્રનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાનો બનાવ બનવા પામ્યો છે. દેશના લોકોમાં સહન શક્તિનો અભાવ વર્તાઈ રહ્યો છે. નાની નાની વાતમાં લોકોને લાગી આવતા અઘટિત પગલા ભરી પોતાની જિંદગીનો અંત લાવી રહ્યા છે. આવા જ બનાવની રેલવે પોલીસ વિભાગના દિલીપભઈ ખાચર પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જવા માટે પાર્સલ ટ્રેન પસાર થઇ રહી હતી. જે ટ્રેન થાનગઢના તરણેતર રોડ ફાટક પાસેથી પસાર થઇ કે તરત જ પહેલેથી પોતાના દોઢ વર્ષના પુત્ર સાથે રાહ જોઈ બેઠેલી રાણીપાટ ગામની 25 વર્ષીય મહિલા મીનાબેન અશ્વિનભાઈ સોલંકીએ તેના પુત્ર પાર્થ અશ્વિન સોલંકીને સાથે લઇ ટ્રેન હેઠળ પડતું મૂકતા બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ બનાવમાં માતા-પુત્ર બંનેના મોત નિપજ્યાં હતા, હાલ બનેની લાશને પોસમોર્ટમ માટે લઈ જવામાં આવી છે. અરેરાટીભર્યા બનાવની રેલવે પોલીસ વિભાગના જમાદાર જયદેવસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...