• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In Surendranagar ST Depot, The Passengers Are Thirsty At The Beginning Of The Hot Summer, The Water Taps Of The Parab Are Closed And The Tank Waste Is Piled Up.

પીવાના પાણી માટે વલખાં:સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં આકરા ઉનાળાના પ્રારંભે જ મુસાફરો તરસ્યા હોવાનો ઘાટ, પરબના પાણીના નળ બંધ હાલતમાં હોવાની સાથે ટાંકીનાં કચરાના ઢગ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એસટી ડેપોમા શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફર આવે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પાણી પિવાની સુવિધા ન હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. લોકોને પૈસાથી પાણી પીવાનો ઘાટ સર્જાતા પાણીની વ્યવસ્થાની માગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં એસટીની સુવિધા માટે સૌથી મોટો સુરેન્દ્રનગર શહેરમા એસટી ડેપો આવેલો છે. બીજી તરફ આ જે જુનો ડેપો હતો તે પાડી દઇને, તે સ્થળે નવો બનાવવામાં આવી રહ્યો છે. જેને લઇને હંગામી બસ સ્ટેશન ઉભી કરીને મુસાફરો માટે અંદાજે 5થી 7 વર્ષથી વ્યવસ્થા કરાઇ છે.

પરંતુ આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે, સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફર આવી રહ્યા છે. ત્યારે આ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્સની પાણીની ટાંકી મૂકીને પાણીની પરબ મુસાફરો માટે શરૂ કરવામાં આવી હતી.પરંતુ છેલ્લી 3 ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતી હોવાની રાવ ઉઠી હતી. આ અંગે લક્ષ્મણભાઈ મકવાણા, નિખિલભાઈ પરમાર, રાધાબેન વાળા, મણીબેન વાઘેલા વગેરેએ આક્રોશ સાથે જણાવ્યુ કે, આ બસ સ્ટેશનની પરબ પાણી પીવા આવી ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી.

પાણીના નળ પણ બંધ છે પાણીની ટાંકીમાં પાણી નથી. અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે. ત્યાં પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે. પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મીઓ સહિતના સ્ટાફ માટે પણ રૂ. 300થી 400 ખર્ચીને પાણીના ટાંકા મગાવીને પાણી પૂરું પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...