તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:સુરેન્દ્રનગરમાં ખનીજચોરી અટકાવવા સામાજિક કાર્યકર્તાઓએ કલેકટર કચેરીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ખનીજચોરી અટકાવવા સામાજિક કાર્યકર્તાઓએ કલેકટર કચેરીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ખનીજચોરી અટકાવવા સામાજિક કાર્યકર્તાઓએ કલેકટર કચેરીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું
 • જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યએ વીડિયોના માધ્યમથી આક્ષેપો કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ અને રોયલ્ટી ચોરી અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પંચાયતના માજી સદસ્યએ વિડીયો ફરતો કર્યો હતો. જેમાં જિલ્લામાં ચાલતી ખનીજચોરી અટકાવવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં જુદાજુદા ખનીજ તત્વો મળી આવતા હોવાથી ભુમાફીયાઓ દ્વારા તેનું ગેરકાયદેસર ખનન કરાતુ હોવાની બુમરાડો ઉઠી છે. ત્યારે જિલ્લા માજી સદસ્ય અને ચોટીલાના વતની મોહનભાઇ ડાભીએ વિડીયો ફરતો કર્યો હતો. જેમાં તેઓએ જિલ્લામાં ખનીજ ચોરી અને રોયલ્ટી ચોરી કરી ભુમાફીયાઓ કરોડો કમાઇ સરકારી તીજોરીને નુકશાન પહોંચાડે છે. અને ગેરકાયદેસર ખનીજ ચોરીથી રોયલ્ટીની આવક જતા સરકારની તિજોરીને થતું નુકસાન અટકાવવા તેમાંથી થતી આવક કોરોના મહામારી સમયમાં લોકોના સદઉપયોગના કાર્યમાં ઉપયોગમાં લેવામાંગ કરી હતી.

જ્યારે ખનીજચોરી રોયલ્ટી ચોરી અને ભ્રષ્ટાચાર અટકાવવા અને ભુમાફીયાઓ સામે લાલઆંખ કરી કડક કાર્યવાહી કરવા માંગ સાથે મુખ્યમંત્રી લોક દરબાર અને કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી હોવાનું વિડીયોના અંતમાં જણાવ્યુ હતુ.

સાયલા તાલુકાના જાગૃત નાગરિકો ઉપવાસ પર બેઠાસાયલા તાલુકામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળ્યા અને બેફામ ખનીજ ચોરી થતી હોવા અંગે જાગૃત નાગરીકોએ તંત્રમાં રજૂઆત કરી હતી. આમ છતા તંત્ર દ્વારા કોઇ પગલા ન ભરત રોષની લાગણી ફેલાઇ હતી. આથી અધિકારીઓની સાઠગાઠથી કરોડોનો કાળો કારોબાર થતો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

સાયલા તાલુકામાં દારૂ, જુગારની બદી, રેતી, પથ્થર, કોલસા જેવા ગેરકાયદેસર ખનન ચાલતા હોય તેવી રાવ ફરિયાદ સાથે અને દારૂનું ધૂમ વેચાણ થતું હોવા જિલ્લામાં અને ખાસ કરી સાયલાતાલુકામાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિના મામલે સ્થાનિક જાગૃત લોકો દ્વારા અવાર-નવાર ગૃહવિભાગ અને સહિતના લાગતા-વળગતા અધિકારીઓને લેખિતમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી.

આમ છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં બેફામ રીતે ગૌચર અને ખાનગી જમીનો ઉપર ભુમાફિયાઓ બેફામ ખનીજચોરી કરતા હોવાની ફરિયાદ મામલે તંત્રએ કોઈપણ જાતના પગલાં ન ભરતા રોષની લાગણી ફેલાઇ હતી. આથી ભણજીભાઇ ચતુરભાઇ અને જીતેન્દ્રભાઇ પરમાર કલેક્ટર કચેરીસામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. અને અધિકારીઓની મિલીભગતના કારણે કરોડોનો કાળોકારોબાર થતો હોવાનો આક્ષેપ પણ ઉપવાસપર ઉતરેલા સામાજીક કાર્યકરોએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો