સુરેન્દ્રનગરમા પ્રજાપતી વાડીની બાજુમાં રહેતા પુનારા પ્રહલાદભાઇએ વ્યાજખોરોના ત્રાસ અંગે સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇને અરજી પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, અમોએ રવીભાઇ અશોકભાઇ મીસ્ત્રી તથા સાગરભાઇ મીર તેમજ સમીરભાઇ મીર પાસે દુકાન માટે પૈસાની જરૂર પડતા પૈસાની માંગણી કરી હતી. જેથી ઉપરોકત ત્રણેય વ્યકિતે જણાવેલું કે, અમો પૈસા વ્યાજે આપીએ છીએ, અને અમો 1.5 ટકા વ્યાજે પૈસા આપવાનું નકકી કર્યું હતુ અને તેનું લખાણ પણ કર્યું હતુ.
રવીભાઇ પાસેથી રૂ.2,50,000 આશરે 4-5 માસ અગાઉ લીધા હતા. અને સાગરભાઇ મીર તથા સમીરભાઇ મીર પાસેથી રૂ.1,50,000- અંકે રૂ. એક લાખ પચ્ચાસ હજાર પુરા આશરે 4-5 માસ અગાઉ લીધા હતા. ત્યાર બાદ અમોએ પૈસાનું લખાણ કર્યું હતુ. જે લખાણ મુજબ અમોએ રવિભાઇને રૂ.2,50,000 તથા વ્યાજની રકમ તથા સાગરભાઇ મીર તથા સમીરભાઇ મીરને રૂ.1,50,000 તથા વ્યાજ સહીતની રકમ આપી હતી.
જેમાં અમોએ કુલ બંનેને રૂ.4,00,000 તથા એક્ટિવા સ્કુટર, તથા કોરા 9 ચેકો તથા લખાણ આપ્યું હતુ. અને લખાણની માંગણી કરી તો અમોને લખાણ આપવાની ના પાડે છે. અને એક્ટિવા પણ આપવાની ના પાડે છે. તેમજ 9 ચેકો પણ આપવાની ના પાડે છે. ત્યાર બાદ ફરીયાદીએ આ ત્રણેય વ્યકિતઓ પાસેથી અવારનવાર અમારા ચેકો તથા એક્ટિવા સ્કુટર તથા લખાણની માંગણી કરીએ તો એક પણ વસ્તુ અમોને પરત આપતા નથીમ અને ફરીયાદીની રતનપર મુકામે હેર સલુનની દુકાન આવેલી હતી. તેને પણ આ ત્રણેય લોકોએ ભેગા થઇને તાળા મારી દીધા હતા. અને અમો ફરીયાદીને ધમકી મારી હતી કે,
જો આ તાળા તોડશો તો તમોને જાનથી મારી નાખીશ અને તમારી દુકાનમાં તમોને ધંધો કરવા નહીં દઉં. જ્યારે ફરીયાદી પરીવાર માંડ માંડ ગુજરાન ચલાવી છીએ, છતા આ રવીભાઇ અશોકભાઇ મીસ્ત્રી , રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની બાજુમાં, રતનપર તેમજ સાગરભાઇ મીર તથા સમીરભાઇ મીર રહે. રતનપર અંબાજીના મંદીર પાસે, સુરેન્દ્રનગર કે જેઓ વ્યાજનું પણ વ્યાજ લઇને ધમકીઓ મારે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.