ઉજવણી:સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ટાઉનહોલ ખાતે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજવામાં આવ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ટાઉનહોલ ખાતે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજવામાં આવ્યો - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ટાઉનહોલ ખાતે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજવામાં આવ્યો
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જિલ્લાના 510 લાભાર્થી પરિવારોને વિનામૂલ્યે ગેસ કીટનું વિતરણ કરાયું
  • કેન્દ્રિય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને ટાઉનહોલ ખાતે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે નવા મંત્રીમંડળમાં ગૃહવિભાગના મંત્રી બનેલા હર્ષ સંઘવી પ્રથમ વખત સુરેન્દ્રનગરની મુલાકાતે આવ્યાં હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા પણ ખાસ હાજર રહ્યાં હતા.

જિલ્લા કલેક્ટર અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાંસુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને ટાઉનહોલ ખાતે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જિલ્લાના 510 લાભાર્થી પરિવારોને વિનામૂલ્યે ગેસ કીટનું વિતરણ પણ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં નવા મંત્રીમંડળમાં ગૃહવિભાગના મંત્રી બનેલા હર્ષ સંઘવી પ્રથમ વખત સુરેન્દ્રનગરની મુલાકાતે આવ્યાં હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા પણ ખાસ હાજર રહ્યાં હતા. સરકાર સતત ગુજરાતની જનતા માટે ચિંતિત હોવાનું પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, જિલ્લા કલેક્ટર અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...