દબાણો દુર:સુરેન્દ્રનગરમાં 35થી વધુ પાકા દબાણ માર્ગો પરથી 50થી વધુ લારી હટાવાઇ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક નહીં પહેરવા બદલ 18 હજારની વસુલાત

સુરેન્દ્રનગર નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ટાવરથી હેન્ડલુમ રોડ, ટાંકી ચોકથી મલ્હાર ચોક સહીતના મુખ્ય રસ્તાઓ પર કાચા તથા પાકા મળી કુલ 35થી વધુ દબાણો દુર કરાયા હતા. તેમજ જાહેર રસ્તા પર અડચણરૂપ 50થી વધુ લારી દુર કરવામાં આવી હતી. અને દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક સહીતના નિયમોનું પાલન નહીં કરનાર પાસેથી રૂપિયા 18 હજારથી વધુ રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી અને ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એન્જીનીયર કે.જી.હેરમા, અનિરૂધ્ધસિંહ ઝાલા, તખતસિંહ રાઠોડ, ઐલેષભાઇ રાવલ સહીતની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દબાણો દુર કરી સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 18 હજારથી વધુના દંડ કરાયો હતો.

થાનમાં માસ્ક વગર ફરતા 300ને 60 હજારનો દંડ
થાન મામલતદાર અને પોલીસ સહીતની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના પીપળાના ચોક, થાન મેઇન બજાર, હાઇસ્કુલ ચોક સહીતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યુ઼ હતું. અને જાહેર રસ્તાઓ પર માસ્ક વગર બહાર ફરતા 300 લોકો પાસેથી કુલ રૂપિયા 60 હજારના દંડની વસુલાત કરી સોશિયલ ડિસ્ટન્ટનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...