અગલે બરસ તું જલ્દી આના:સુરેન્દ્રનગરમાં માટીના ગણપતિ દાદાને આન, બાન અને શાન સાથે માનભેર વિદાય અપાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • " ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આ"ના નારાઓથી ગણપતિ દાદાનું સોસાયટીમાં જ કૂંડમાં વિસર્જન કરવામાં આવ્યું

કોરોનાના બે વર્ષના કપરા સમયગાળા બાદ આ વર્ષે લોકો દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ જગ્યાએ ત્રણ, પાંચ, સાત અને નવ દિવસના ગણપતિ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સાગા રેસિડેન્સી સોસાયટીમાં પાંચ દિવસના ભવ્ય ગણપતિ ઉત્સવ બાદ આજે માટીના ગણપતિ દાદાને આન, બાન અને શાન સાથે માનભેર વિદાય આપવામાં આવી હતી. " ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આ"ના નારાઓથી ગણપતિ દાદાનું સોસાયટીમાં જ કૂંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ.

આ વર્ષે લોકોએ ગણપતિ ઉત્સવની દબદબાભેર ઉજવણી કરી
કોરોનાના બે વર્ષના કપરા સમયગાળામાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી સહિતના તહેવારો એકદમ સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાની ધીમે પગલે વિદાય થયા બાદ હવે આ વર્ષે લોકોએ ગણપતિ ઉત્સવની દબદબાભેર ઉજવણી કરી હતી. જેમાં રોજ સવાર સાંજની ગણપતિની આરતીમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટતુ હતુ. જેમાં ગણેશ ઉત્સવમાં રોજે રોજ સુંદર કાંડ, સત્યનારાયણ ભગવાનની કથા અને ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યકમોનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિ દાદાને આન, બાન અને શાન સાથે માનભેર વિદાય
આ વર્ષે લોકો દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ જગ્યાએ અને સોસાયટીઓમાં પણ ત્રણ, પાંચ, સાત અને નવ દિવસના ગણપતિ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સાગા રેસિડેન્સી સોસાયટીમાં પાંચ દિવસના ભવ્ય ગણપતિ ઉત્સવના આયોજન બાદ આજે માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિ દાદાને આન, બાન અને શાન સાથે માનભેર વિદાય આપવામાં આવી હતી. જેમાં લોકોએ અને એમાય ખાસ કરીને મહિલાઓએ " ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આ" અને "એક, દો, તીન, ચાર...ગણપતિનો જયજયકાર અને પાંચ, છ, સાત, આઠ...ગણપતિ હમારે સાથ"ના ગગનભેદી નારાઓથી ગણપતિ દાદાનું સોસાયટીમાં જ કૂંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ.

સોસાયટીમાં બનાવેલા કૂંડમાં જ માટીના ગણપતિનું વિસર્જન કર્યું
આ અંગે સોસાયટીના ચેરમેન જાગૃતભાઇ રાવલે જણાવ્યું કે, લાંબા સમય પછી લોકો કોરોન્ટાઇનમાંથી બહાર આવ્યા છે. અને ગણેશજી એટલે પરમ પૂજ્ય દેવ કહેવાય છે.પૂજા, પાઠ અને ભક્તિ સમાજના દરેક વર્ગના લોકો ભેગા થાય અને આનંદ ઉલ્લાસથી એકબીજા સાથે મળી ધામધૂમથી તહેવારો ઉજવી પોતપોતાની રીતે ભક્તિ કરી રહ્યાં છે. અને અમે અમારી સોસાયટીમાં બનાવેલા કૂંડમાં જ માટીના ગણપતિનું વિસર્જન કર્યું છે. જ્યારે સોસાયટીના સ્થાનિક રહીશ રીનાબેન પટેલે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષના કોરોનાના સમયગાળામાં લોકો એકલતા અનુભવતા હતા. ગણપતિ આવવાથી બધા ફરી એક થઇ શક્યા છીએ. બધાને પણ ખુબ મજા આવી અને ગણપતિની સ્થાપનાથી હવે અમારા દરેક કાર્યો સારા થશે અને હવે અને આગામી નવરાત્રીનો તહેવાર પણ આ રીતે જ બધાના સાથ સહકારથી ઉલ્લાસ પૂર્વક ઉજવીશું.

અન્ય સમાચારો પણ છે...