ખેડૂતોમાં રોષ:સુરેન્દ્રનગરમાં માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા, વીમા કંપનીઓ હાઈકોર્ટના આદેશને પણ ઘોળીને પી રહી છે

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા
  • હાઈકોર્ટના આદેશના એક વર્ષ બાદ પણ પાટડીના 10 ખેડૂતોને સહાય ચૂકવણી નથી થઈ
  • સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને રૂ. 56,000 સામે 8,000 રૂ.નું વળતર જ વીમા કંપની ચૂકવી રહી છે

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સમયસર વરસી રહ્યો નથી જેને લઇને ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા 2016 થી 2020 સુધી વીમા કંપનીઓને પાક નુકસાની અંગેનું વળતર અને પ્રિમિયમ ભરવામાં આવ્યું છે.

પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં 2016 થી 2020 સુધી અનેક વખત જિલ્લામાં કમોસમી વરસાદ અને તેમજ વધુ વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તેવી પરિસ્થિતિમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાની જવા પામી છે. જોકે વીમા કંપનીઓ દ્વારા આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરની સરવે કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી વીમા કંપનીઓ દ્વારા વળતર પેટે નાણાં ચૂકવવામાં આવતા ન હોવાનું ખેડૂતોએ જણાવવામાં આવ્યું છે.

જે ખેડૂતોને વીમા કંપનીઓ વળતર ચુકવી રહી છે તેને પણ પુરતું વળતર ચૂકવવામાં આવતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તેવા સંજોગોમાં હાઇકોર્ટ દ્વારા પણ અવાર-નવાર વીમા કંપનીઓને આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પુરતા પ્રમાણમાં જે સહાય અને વળતર મળી રહ્યું છે તે ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યા છે તે છતાં પણ વીમા કંપની આ બાબતે હાઇકોર્ટને પણ ઘોળીને પી જતી હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા 2016 થી 2020 સુધી કમોસમી વરસાદ તથા પાક નુકશાની અંગે જે વીમા કંપનીઓએ નાણાં ચૂકવ્યા નથી તે અંગે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના ચુકાદાઓ પણ આવી રહ્યા છે અને હાઇકોર્ટ વીમા કંપનીઓને તાત્કાલિકપણે ખેડૂતોને સહાય ચૂકવવા મામલે ચુકાદાઓ પણ આપી રહી છે તે છતાં પણ હજુ સુધી વીમા કંપનીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક નુકશાની અંગે ના નાણા ચુકવી રહી ન હોવાનું જાણવા મળી રહ્યું છે અને અમુક ખેડૂતો ને નાણાં વીમા કંપનીઓ કટકે કટકે ચુકવી રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના 10 ખેડૂતો દ્વારા એક વર્ષ પહેલા હાઇકોર્ટમાં પાક નુકસાની સહાય ચૂકવવા માટે વીમા કંપનીઓ સામે અરજી દાખલ કરવામાં આવી હતી તે સંજોગોમાં હાઇકોર્ટ દ્વારા આ મામલે કેસ આગળ ચલાવી અને વીમા કંપનીઓને તાત્કાલિકપણે ખેડૂતોને પાક નુકસાની સહાય ચૂકવી દેવામાં આવે તે અંગે આદેશ આપવામાં આવ્યા હતા. તેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે તે છતાં પણ પાટડી તાલુકાના ખેડૂતોને જે પાક નુકસાની સહાય મળવી જોઈએ તે મળી રહી ન હોવાનું જાણવા મળ્યું છે તેવા સંજોગોમાં હાઈકોર્ટના આદેશને પણ વીમા કંપનીઓ ઘોળીને પી જતી હોવાનું સ્પષ્ટ રીતે વર્તાઇ રહ્યો છે.

56000ની ચુકવણી સામે માત્ર 8000 વીમા કંપની ચુકવી રહી છે !સુરેન્દ્રનગર જિલ્લાના જાગૃત ખેડૂત ચેતનભાઈ પટેલ દ્વારા વીમા કંપનીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને 2020 સુધીના વર્ષમાં થયેલ નુકસાન બાબતે વીમા કંપનીઓને 56 હજાર રૂપિયા એક ખેડૂત આવવાના હતા તેની સામે હવે માત્ર 8000 રૂપિયા વીમા કંપની ચુકવી રહી છે તેવા આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત ચેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેવા સંજોગોમાં ખેડૂતો સાથે મજાક વીમા કંપનીઓ કરતી હોય તે રીતે રકમ ચુકવી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જેને લઇને વીમા કંપનીની કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

હાઈકોર્ટે વીમા કંપનીઓને ફરી આદેશ કર્યોસુરેન્દ્રનગર જિલ્લાના આઠ ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં પૂરતું પાક નુકશાની અંગેનું વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. તેવા સંજોગોમાં કુલ જિલ્લાના 600 થી વધુ ખેડૂતોને પાક નુકસાની 2020ના વર્ષમાં થવા પામી છે. ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા પામી હતી. તેવા સંજોગોમાં વીમા કંપનીઓ દ્વારા ફક્ત આઠ હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી જેને લઇને જિલ્લાના આઠ જાગૃત ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને ધ્યાને લઇને હાઇકોર્ટે આદેશ આપ્યા છે કે વીમા કંપની ખેડૂતોને પૂરતું વળતર ચુકવે.

જિલ્લામાં ફરી એક વખત માવઠાની આગાહી કરતું હવામાન તંત્રસુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી આપવામાં આવી છે આગામી બે દિવસ ભારે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાવચેત બની અને ખુલ્લામાં પડેલો ઉત્પાદિત માલ વ્યવસ્થિત જગ્યા ઉપર રાખે પોતાના પશુ પણ સાચવીને રાખે તેવી અપીલ સુરેન્દ્રનગર હવામાન તંત્ર કરે છે અને જૂઓ પાકમાં દવા છંટકાવ કરવાની હોય તો તે દવા છંટકાવ કરવાનું ટાળે પિયત પણ ટાળે તેવી અપીલ સુરેન્દ્રનગર જિલ્લા હવામાન તંત્રએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...