‘સ્વ. શિરીષભાઈ ઓઝા માર્ગ’:સુરેન્દ્રનગરમાં કોરોનાગ્રસ્તોની મદદ કરતાં સંક્રમિત થઈ મૃત્યુ પામ્યા, હવે તેમના નામે માર્ગ ઓળખાશે

સુરેન્દ્રનગર18 દિવસ પહેલાલેખક: ચિંતન મહેતા
  • કૉપી લિંક
શિરીષભઆઈના નામે ઓળખાતા માર્ગની તખ્તી - Divya Bhaskar
શિરીષભઆઈના નામે ઓળખાતા માર્ગની તખ્તી
  • સેવાભાવીના મૃત્યુની પહેલી તિથિએ પત્નીના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું

‘તું મારી ખબર કાઢવા કેમ આવ્યો? સેવાનાં કામો ચાલુ રાખો, હું આવું જ છું. મને કાંઈ નથી થવાનું,’ કોરોના વોર્ડમાં ગંભીર હાલતમાં પણ મિત્રોને સેવાકાર્યો ચાલુ રાખવાનું કહેનારા સેવાભાવીના નામે આજથી જોરાવરનગરનો માર્ગ ઓળખાશે. રવિવારે ‘સ્વ. શિરીષભાઈ ઓઝા માર્ગ’ નામની તકતીનું તમનાં પત્નીના હસ્તે અનાવરણ કરાયું હતું.

1 મે, 2021એ શિરીષભાઈ મૃત્યુ પામ્યા હતા
ગત વર્ષે આ જ દિવસે કોરોનામાં શિરીષભાઈનું મૃત્યુ થયું હતું. કોરોના દરમિયાન રાશનકિટ વિતરણ સહિત સેવાકાર્ય દરમિયાન તેમને તથા તેમનાં પત્નીને કોરોના થયો હતો અને 1 મે, 2021એ શિરીષભાઈ મૃત્યુ પામ્યા હતા. ભાવનગરના રાણપુરમાં જન્મેલા શિરીષભાઈએ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, ધોળકામાં હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો.​​​​​​​ અમદાવાદમાં બીઇ કર્યું. સુરેન્દ્રનગરમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરી.

શિરીષભાઈએ કોરોનાકાળમાં અનેક સેવાકાર્યો કર્યા
​​​​​​​
શિરીષભાઈનાં સેવાકાર્યો ભારત સેવક સમાજ સાથે જોડાઈ 155થી વધુ આઇ કેમ્પ યોજી 9 હજારથી વધુની આંખોની સારવાર કરાવી 40 દંતયજ્ઞ કરી 1 હજાર ઓપરેશન કરાવ્યાં. 500થી વધુના મણકાનાં ઓપરેશન કરાવ્યાં. જિલ્લાની 8500થી વધુ બાળાને રૂબેલા વેક્સિનેશન કરાવ્યું. વસ્ત્રદાન, વિધવા સહાય, ડાયાબિટીસ અવેરનેસ સહિતનાં સેવાકાર્ય કર્યાં.

સમાજ મારો પરિવાર, દરેક જન સ્વજનનો તેમનો જીવનમંત્ર
તેમના વિશે બોલવા સમય અને શબ્દો ઓછા પડે. સેવાકાર્ય માટે જીવનપર્યંત સમર્પિત રહ્યા. પોતાના વખાણ તેમનો સ્વભાવ ન હતો. રીટાયર થયા બાદ નિઃસ્વાર્થ સેવા સાથે જોડાયા. પછી એક પણ દિવસ એવો નહોતો રહ્યો કે સેવા કે સત્કાર્ય ન કર્યું હોય! - કુમુદબહેન શિરીષભાઈ ઓઝા

કોરોનામાં સેવાનાં કાર્યો માટે નિરંતર હાજર રહેતા હતા
કોરોનામાં શહેરમાં ગરીબોને રાશનકિટ વિતરણ, ઉકાળા તથા ભોજન વિતરણમાં, પીએમ અને સીએમ કેરમાં અનુદાન એકત્ર કરવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા. હળવદના દેવળિયાની વ્યક્તિને કોરોના થતાં સુરેન્દ્રનગર લાવ્યા અને તેમના માટે ઑક્સિજન આપવા અને તેમને અમદાવાદ દાખલ કરાવવા માટે છેલ્લે સુધી સક્રિય રહ્યા. ત્યાર પછી ત્રીજી લહેરમાં તેમને અને તેમનાં પત્નીને કોરોના થતાં દાખલ થયાં હતાં. હું તેમને મળવા ગયો ત્યારે તું અહીં કેમ આવ્યો? મને કશું નથી થવાનું. સારો થઈ જઈશ, - નરેન્દ્રનભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ, શ્રીમાળી સમાજ, સુરેન્દ્રનગર

અન્ય સમાચારો પણ છે...