વિરોધ:સુરેન્દ્રનગર, હળવદ અને લખતરમાં પંજાબ સરકારની હાય હાય બોલાવી

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ ભાજપના આગેવાનોએ કોંગ્રેસના પુતળાનું દહન કર્યું હતું. - Divya Bhaskar
હળવદ ભાજપના આગેવાનોએ કોંગ્રેસના પુતળાનું દહન કર્યું હતું.
  • પંજાબમાં વડાપ્રધાન સાથે બનેલી ઘટનાનો ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો

પંજાબમાં ગયેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભ મોદીના કાફલાને રોકવામાં આવ્યો હતો. આ ઘટનાના ભાજપના કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જિલ્લામાં ભાજપના કાર્યકરોએ પંજાબની કોંગ્રેસ સરકારને આ માટે જવાબદાર ઠેરવીને સુરેન્દ્રનગર શહેરની સાથે હળવદ, લખતર ખાતે ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

સુરેન્દ્રનગર | શહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાની આગેવાનીમાં વિરોધ કરાયો હતો. જેમાં મહામંત્રી જયેશભાઇ પટેલ, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, યુવા ભાજપ પ્રમુખ સિધ્ધરાજસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

લખતર | પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનો બનાવ બન્યો હતો. ત્યારે લખતર તાલુકા ભાજપ તથા તાલુકા યુવા ભાજપે પણ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે.ચવલિયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

હળવદ | વડાપ્રધાન પર પંજાબના કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના વિરોધમાં ભાજપે કોંગ્રેસનું પૂતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, બિપીનભાઈ દવે, ધમેન્દ્ર સિંહ ઝાલા, વલ્લભભાઈ પટેલ ,કેતનભાઈ દવે, તપનભાઈ દવે સહિતના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...