માઇભક્તોમાં આનંદ ફેલાયો:સુરેન્દ્રનગર જિલ્લામાં વાંજિત્રોમાં 70 ટકા ભાવવધારો, અંદાજે 60 ટકા ઘરાકી ખૂલી

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાજીંત્રોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. - Divya Bhaskar
વાજીંત્રોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.
  • ગ્રામ્ય વિસ્તારના લોકો ઢોલ, નગારા, ડાક-ડમરું લેવા ઊમટી પડતાં ડબગરોમાં રાહત

આ વર્ષે નવરાત્રિ ઉત્સવની છૂટ અપાતા માઇભક્તોમાં આનંદ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરબા રમવા સહિત ઉપયોગમાં આવતા ઢોલ, નગરા, આરતી જેવા સાધાનોની ખરીદી કરવા લોકો ઉમટી રહ્યા છે. જેના કારણે હાલ ડબગર બજારમાં અંદાજે 60 ટકા જેટલી ઘરાકી ખૂલતા રાહત થઇ છે. જેમાં જિલ્લાના ગામડાઓના લોકોનું પ્રમાણ વધુ હોવાનું બહાર આવ્યું છે.

આ વર્ષે જિલ્લાના શહેરી સાથે ગ્રામ્ય પંથકના લોકો પણ ઢોલ, નગારા, ડ્રમ, ઢોલક, કાંસા સહિતના સાધનો માની ભક્તિ માટે ખરીદી કરવા બહાર નીકળ્યા છે. જેના કારણે શહેરના ભાવના, ભાવેશ, ડી.બી., સંજય, આશાપુરા સહિતના વાજીંત્રોની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. આ વ્યવસાયથી જિલ્લામાં 10થી વધુ પરિવાર પોતાની રોજીરોટી રળી રહ્યા છે.

ત્યારે આ વર્ષે વાજીંત્રોની ખરીદીમાં અંદાજે 60 ટકા જેટલી ઘરાકી નીકળતા ડબગરોમાં રાહત થઇ છે. આ અંગે ધર્મેશભાઈ, આશિષભાઈ, જયેશભાઈ, ભાવેશભાઇ, મીહીરભાઈ, નકુલભાઈ, હર્ષભાઇ વગેરે જણાવ્યું કે, આ વર્ષે તાંબા, પીત્તળ, લોખંડ સહિતના રો-મિટિરયલમાં અંદાજે 70 ટકા ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોરોનાનો હાઉ પણ લોકોમાં દેખાય છે. છતાં નવરાત્રિ પર્વનો લોકોમાં ઉત્સાહ પણ છે.

મહામારી કરતાં ભાવવધારો સહન કરીશું
લલિતભાઇ, નવઘણભાઈ, પ્રહલાદભાઈ વગેરે માઇ ભક્તોમાં નવલા નોરતાને લઇને સૂર ઊઠ્યો કે છેલ્લાં 2 વર્ષથી મહામારીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે છૂટ મળતા માતાજીના મઢે, ગરબીમાં સરકારની ગાઇડ લાઈન પ્રમાણે માતાજીના ગુણગાન કરીશું. મહામારી કરતા ભાવ વધારો સહન કરવો પડશે પણ તેનાથી માની ભક્તિ માટે ધાર્મિક વાતાવરણ જરૂરી છે. જેથી કપરા દિવસોમાંથી બહાર નીકળી શકાય.

આ વર્ષના ભાવ
વાજીંત્રભાવ(રૂ.)
ઢોલ1500-2000
ડ્રમ1500-3000
ડાક500-1000
કડતાલ,મંજીરા100-500
નગારા1500-3000
ઇલે.આરતી5000-15000
હાર્મોનિયમ6000-15000
અન્ય સમાચારો પણ છે...