કાર્યવાહી:સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચેકિંગ ટીમે અલગ અલગ સ્થળે દરોડા પાડી કુલ રૂ.89.30 લાખનો દંડ ફટકાર્યો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચેકિંગ ટીમે અલગ અલગ સ્થળે દરોડા પાડી કુલ રૂ.89.30 લાખનો દંડ ફટકાર્યો - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચેકિંગ ટીમે અલગ અલગ સ્થળે દરોડા પાડી કુલ રૂ.89.30 લાખનો દંડ ફટકાર્યો
  • વીજ ચેકિંગ ટીમે 1600 જેટલા ઘરોમાં અને 200 જેટલા વાણિજ્યક વીજ કનેક્શનો ચેક કર્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચેકિંગ ટીમોના દરોડામાં કુલ રૂ.89.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગ ટીમે 1600 જેટલા ઘરોમાં અને 200 જેટલા વાણિજ્યક વિજ કનેક્શનો ચેક કર્યા હતા. જેમાં કુલ રૂ. 73.80 લાખનો દંડ ફટકારતા વિજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે ચેકિંગ ટીમે હોટલ અને પેટ્રોલ પંપ સામે કાર્યવાહી કરીને રૂપિયા 15.50 લાખનો દંડ ફટકાર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મૂળી, લીંબડી, સાયલા, ચોટીલા, થાન અને ચુડા સહિત સાત તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરાતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જિલ્લાની વીજ ચેકિંગ ટીમ અને વિજિલન્સ સ્કોર્ડની 104 ટીમોએ જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી.

વીજ ચેકિંગ ટીમે 1600 જેટલા ઘરોમાં અને 200 જેટલા વાણિજ્યક વિજ કનેક્શનો ચેક કર્યા હતા. વીજ ચેકિંગ કાર્યવાહી દરમિયાન કસૂરવારો સામે રૂ. 73.80 લાખનો દંડ ફટકારતા ફફડાટ વ્યાપી ગયો છે. સુરેન્દ્રનગર અને વિજિલન્સ અધિકારીઓ સાથેની ચેકિંગ ટીમોએ લીંબડી અને ચોટીલા હાઈવે ઉપરની હોટલો અને પેટ્રોલ પંપ ઉપર પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકિંગ કાર્યવાહી દરમિયાન ત્રણ હોટલ અને એક પેટ્રોલ પંપ ઝપટે ચડી ગયા હતા. ચેકિંગ ટીમે હોટલ અને પેટ્રોલ પંપ સામે કાર્યવાહી કરીને રૂપિયા 15.50 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજ ચેકિંગ ટીમની 104 ટીમોએ સાત તાલુકા અને ગ્રામ્ય પંથકને ઘમરોળીને ચેકિંગ ઝુંબેશ હાથ ધરતા વીજ ચોરી કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાનાર હોવાના સંકેતો સાંપડયા છે.

અન્ય સમાચારો પણ છે...