તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો યથાવત, જિલ્લામાં આજે ફક્ત 5 કેસ

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં  ઘટાડો યથાવત, જિલ્લામાં આજે ફક્ત 5 કેસ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો યથાવત, જિલ્લામાં આજે ફક્ત 5 કેસ
  • જિલ્લામાં છેલ્લા 25 દિવસમાં કોરોનાથી એક પણ મોત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના પોઝિટિવના 5 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7397ની સપાટીએ પહોંચ્યોં હતો. જેમાં સુખદ વાત એ કે, મંગળવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી. છેલ્લા 25 દિ'થી એક પણ મોત નહીં નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે કોરોનાનો 5 પોઝિટિવ કેસ નોંધાતા જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 7397 એ પહોંચ્યોં છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7284 એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...