કરા સાથે વરસાદ:સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદથી જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. થાનગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ આવતા ખેતીમાં મોટુ નુકસાન આવી પડ્યું હતુ. અને કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, વઢવાણ, ચુડા, ચોટીલા અને પાટડી બાદ થાનગઢ પંથકમાં પણ કરા સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ જવા પામી હતી. ઝાલાવાડ પંથકમાં કમોસમી માવઠાના પગલે ઘઉં, વરીયાળી અને અેરંડાના પાકમાં વ્યાપક નુકસાન થવાની ભિતી સર્જાવા પામી હતી. જ્યારે કમોસમી માવઠાના પગલે રોગચાળો પણ ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...