તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીધ જાગૃત દિવસ:સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 48 જ ગીધ બચ્યા, 14 વર્ષમાં 290 ગીધ વિલુપ્ત થયા

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 48 જ ગીધ બચ્યા, 14 વર્ષમાં 290 ગીધ વિલુપ્ત થયા
  • સપ્ટેબર મહિનાના પહેલા શનિવારના દિવસને "ગીધ જાગૃત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
  • પશુઓને અપાતી 'ડાઇક્લોફેનાક' દવા બની 'ગીધ' માટે મોતનો આહાર

રાજ્યમાં ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર આ પક્ષીને બચાવવા માટે શું કરવું અને તેની સંખ્યા કેવી રીતે વધે શકે ? તે બધી બાબતો વધુ મહત્વની છે. ઉલ્લેખનીય છે કે, ગીધ પ્રકૃતિ માટે એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે.અને તેની સંખ્યા પહેલા બહુ હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સુરેન્દ્રનગરની વાત કરી તો જિલ્લાના ભારદ ગામના તળાવ ઉપર આવેલા ઝાડ ઉપર ગીધની સંખ્યા આશરે 30 થી 40 જેટલી જોવા મળે છે.

હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે. પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારના ગામની મુલાકાત અવાર નવાર લઈને ગીધ વિષેની માહિતી મેળવતા હોય છે. જેમાં આ વિસ્તારની જગ્યાએ જઈને વૃક્ષ પર તેના માળા છે તેની શું હાલત છે ? અને કેટલા માળા છે ? તેની માહિતી લેવામાં આવે છે.

સાથે સ્થાનિક લોકો સાથે પણ ગીધને બચાવવા માટે શું કરવું જોઈએ તે માટે આ ગામના લોકો જાગૃત છે. તેનો જોઈતો ખોરાક તેના નજીકના વિસ્તારમાં મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. પર્યાવરણના પ્રકૃતિ સફાઇ કામદાર ગણાતા ગીધની સંખ્યા આ જિલ્લામાં જોવા મળી રહી છે. આ વિસ્તારમા વાડી ખેતરોમાં પણ ખેડૂતો ગીધને સાચવે છે. અહી કોઇ માલઢોર મરી જાય તો તુરત ગીધ થોડીવારમાં જ ખાઇ જતા હોય છે. જેથી ખુલ્લામાં પડેલા માલઢોરના મૃતદેહથી કોઇ અન્ય રોગચાળો પણ ફેલાતો અટકાય છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં 2005માં ગીધની સંખ્યા 338 હતીકુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. સુરેન્દ્રનગર જીલ્લામાં 2005માં ગીધની સંખ્યા 338 હતી. જે 2016મ‍ાં ઘટીને 84 અને હાલમાં નોંધપાત્ર રીતે ઘટીને 48 એ પહોંચી છે. એટલે કે 14 વર્ષમાં 290 ગીધ વિલુપ્ત થઇ ગયા છે. પશુધનને આપવામાં આવતી 'ડાઇક્લોફેનાક' દવા ગીરધારી ગીધ માટે મોતનો આહાર બનવા પામી છે.

સને 1995માં બી.એન.એચ.એસ.ની ટીમેં કરેલા સર્વેમાં ગીધની સખ્યાંમાં 95 %નો ઘટાડો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામેં આવી હતી. કારણ કે નિ:શુલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયું હોવાની વાતો સંભળાય છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સખ્યાં તો પુરા વિશ્વમાં 95 % કરતા પણ ઓછી થઇ ગઇ છે. સુરેન્દ્રનગર જીલ્લામાં સને 2005માં કરાયેલી ગણતરી અનુસાર ગીધની સંખ્યા 338 નોંધાઇ હતી. જે 2016માં ઘટીને 100થી પણ નીચે એટલે કે 84એ પહોંચી હતી. અને છેલ્લે વર્ષ 2019માં કરાયેલી ગણતરી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લામાં ગીધની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટીને 50થી પણ નીચે 48એ જ પહોંચવા પામી છે જે ચિંતાનો વિષય ગણી શકાય.

ગીધની વસ્તી નોંધપાત્ર રીતે ઘટવાના મુખ્ય કારણમાં ઝાલાવાડ વિસ્તારમાં પશુઓને દુ:ખાવા માટે આપવામાં આવતી 'ડાઇક્લોફેનાક' નામની દવાનું પ્રમાણ વધુ છે. આ દવા ગીધ માટે મોતનું કારણ બની જાય છે. જો પશુ પાલકો અને પશુ ચિકીત્સકો ગીધ માટે આ ઘાતક દવા બંધ કરી તેના વિકલ્પ રૂપે મળતી 'મેલોક્સીકેમ' દવાનો ઉપયોગ કરે તો ગીધની જાતીને લૂપ્ત થતી બચાવી શકાય. દેશભરમાં ગુજરાત રાજ્ય જ એક એવો પ્રદેશ છે જ્યાં ગીધ માટે બે સલામત પ્રદેશ છે. જેમાં એક સૌરાષ્ટ્ર અને બીજો અમદાવાદ છે. આ બન્ને સ્થળોને 'વલ્ચર સેફ ઝોન' તરીકે જાહેર કરાયા છે. ગીધનો મુખ્ય ખોરાક મૃતદેહો હોય છે. પરંતુ ગીધ નામશેષ થઇ જતા આવા મૃતદેહોના કારણે પણ રોગચાળો ફેલાશે એ પણ કડવી વાસ્તવિકતા છે.

ડાઇક્લોફેનાક શું છે ???પશુઓને સાંધાના દુ:ખાવા માટે કે અન્ય દુ:ખાવા માટે વપરાતી આ દવા હવે પ્રતિબંધિત છે. ડાઇક્લોફેનાક દવા આપી હોય એવા પશુનું માંસ ખાનાર ગીધની કિડની ખરાબ થઇ જાય છે. વિશ્વ લેવલે ગીધની વસ્તી ઓછી થવા માટે આ દવા જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ-2008થી પ્રતિબંધિત કરી છે.

ગીધને બચાવવા યુવાને કમર કસીલુપ્ત થઇ રહેલા ગીધ પર પીએચડી કરી ચુકેલા અને ગીધને બચાવવા માટે સુરેન્દ્રનગર જીલ્લા કો-ઓર્ડિનેટર તરીકે કામ કરી ચુકેલા આદિત્ય રોય જણાવે છે કે, સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી, લખતર અને ધ્રાંગધ્રા પથંકમાં આ સફેદ પીઠ ગીધ અને એમનું નેસ્ટીંગ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. વધુમાં ઢોરોને દુખાવાના નિદાન માટે અપાતી 'ડાયક્લોફિનેક્સ' દવાના કારણે એ ઢોર મૃત્યુ પામ્યા બાદ એનું માસ ખાધાના માત્ર 72 કલાકમાં જ ગીધ કિડની અને લિવર ફેલ થતા મોતને ભેટે છે. વધુમાં ગીધ વર્ષમાં માત્ર એક જ ઇંડુ મુકી એક જ બચ્ચાને જન્મ આપે છે. અને પાંચ વર્ષ સુધી એ ગીધનું બચ્ચુ પરિપકવ થઇ બીજા બચ્ચાને જન્મ આપી શકતુ ન હોવાથી ગીધની વસ્તીમાં 90 થી 95 %નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગીધના આંકડા જીલ્લો 2005 2019 વધ/ઘટસુ.નગર 338 48 -290અ.વાદ 254 50 -204કચ્છ 910 44 -866સુરત 308 0 -308જૂનાગઢ 121 147 +26બનાસકાંઠા 54 79 +25

અન્ય સમાચારો પણ છે...