રમત-ગમત:સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની એથ્લેટમાં 5 સિનિયર સિટિઝન પ્રથમ નંબરે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોંગ જમ્પ, દોડ સહિતમાં ભાગ લીધો

સુરેન્દ્રનગર જિલ્લા રમત-ગમતના અધિકારી ચૌહાણ તેમજ પ્રકાશસિંહ દ્વારા તા. 13-10-2021ને બુધવારે સિનિયર સિટિઝન એથ્લેટ સ્પર્ધા ધ્રાંગધ્રા ખાતે યોજાઇ હતી. તેમાં સુરેન્દ્રનગરના એકમાત્ર ગોલ્ડ મેડાલિસ્ટ 74 વર્ષના જનક મકવાણાએ લોંગ જમ્પમાં તેમજ 5000 મીટર વોકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

જોરાવરનગરના અશોકભાઈ ગોસ્વામીએ 100 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વઢવાણના લાલજીભાઈ કડે 200 અને 400 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત ધ્રાંગધ્રાના વાંસળીવાદક કિરીટભાઈ પુજારાએ ડિસ્કસ થ્રો અને જેવેલીયન થ્રોમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ધ્રાંગધ્રાના ખુરેશીભાઇએ 800 તેમજ 1500 મીટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આમ આ પાંચેય એથ્લેટ વિજેતાઓ ટૂંક સમયમાં રાજય કક્ષાએ એટલે કે નેશનલ લેવલે મહેસાણા રમવા જશે.

અન્ય સમાચારો પણ છે...