તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્ચતર પ્રાથમિક શાળા શરૂ:સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 6 થી 8નો પ્રારંભ, વાલીઓની સંમતિ લેવામા આવી

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગોનો આજથી પ્રારંભ
 • શાળાએ કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે

રાજયમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થતા કોલેજ અને હાઈસ્કૂલ બાદ આજથી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ઓફલાઈન વર્ગોનો આજથી પ્રારંભ કરવામા આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પણ આજથી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવામા આવ્યા હતા. લખતર ખાતે આવેલી જુગતરામ પે.સે. શાળા નંબર 2માં આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવામા આવ્યા.લાંબા સમય બાદ શાળા પર આવેલા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.લખતરની રૂપાળી બા શાળા, મોડલ સ્કૂલ, કન્યા શાળા સહિત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

આજથી શરૂ થયેલા વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામા આવી છે. જે વિદ્યાર્થીઓ શાળાએ આવે તેના વાલીઓએ સંમતિપત્ર આપવું ફરજિયાત છે. તમામ શાળાએ કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવા આદેશકરાયો છે.

રાજયમાં કોરોના સંક્રમણ ઘટતા સરકાર તરફથી તબક્કાવાર શિક્ષણને અનલોક કરવામા આવી રહ્યું છે.રાજયમાં હવે ફક્ત પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો અને કોલેજના બીજા વર્ષના વર્ગો ઓફલાઈન શરૂ કરવાના બાકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો