ઓનલાઇન ફ્રોડના વધતા જતા બનાવો:સુરેન્દ્રનગર જિલ્લામાં દર 24 કલાકે 28 લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા, લોકોના લાખો રૂપિયા પાણીમાં ડૂબ્યા

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં દર 24 કલાકે 28 લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં દર 24 કલાકે 28 લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા
  • લોભામણી જાહેરાતો આપીને કરાતી છેતરપિંડીથી લોકોના લાખો રૂપિયા પાણીમાં ડૂબી ગયા
  • ઓનલાઇન લિંક મોકલી, લિંક ઓપન કરી, ફોન હેન્ગ કરીને છેતરપિંડી થતી હોવાની વ્યાપક ફરીયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા બાદ હવે ઓનલાઇન છેતરપિંડીના બનાવો પણ વધતા જતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર અને સર્વે મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં દર 24 કલાકે 28 લોકોના ઓનલાઇન છેતરપિંડીના કારણે કરોડો રૂપિયા કંપનીઓ પડાવી રહી હોવાની રાવ ઉઠવા પામી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના વધતા બનાવોને લઈ જિલ્લાવાસીઓમાં પણ ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જો કે ઓનલાઈન છેતરપીંડી કરનારી કંપની લોકોને વિશ્વાસમાં લઇ લોભામણી જાહેરાતો આપી અને મોબાઈલ ઉપર જ મોટા ભાગે છેતરપિંડી કરતી હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને જિલ્લાવાસીઓના રોજના લાખો રૂપિયા આવી છેતરપીંડી પાછળ ડૂબતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં એક તરફ આર્થિક સંકડામણમાં લોકો પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે. ત્યારે આવી છેતરપિંડી કરનારા લોકો નાની એવી બચત એ જે લોકોએ બેંકમાં ભેગી કરી હોય તે પણ ઉઠાવી જતા હોવાની ફરિયાદ ઉઠી છે.

આવા ફ્રોડ કરનારાઓ પહેલા મોબાઈલ ધારકનો સંપર્ક સાધે છે અને ફોન નંબર મેળવ્યા બાદ બેંકની વિગત અને લોભામણી જાહેરાતો અને વિશ્વાસમાં લઈ અને તમને આ લાભ મળશે, ફાયદો થશે અને મફતમાં વસ્તુ મળશે એમ કહી લીંક આપી છે ઓપન કરજો મેસેજમાં લીંક આવશે તે વગેરે પ્રકારની વાતચીત કરી અને ત્યારબાદ લીંક મોકલી આપે છે. ઉપરાંત જો મોબાઈલ ધારક આ લીંક ઓપન કરે તો સમગ્ર મોબાઈલનો ડેટા હેક થઇ જતા હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે.

મોબાઇલ હેક થયા બાદ મોબાઈલમાં રહેલી તમામ પ્રકારની બેન્કિંગથી લઈ તમામ બેંક બેલેન્સ આવા ફ્રોડ કરનારાઓ મેળવી લેતા હોય છે. ત્યારબાદ બેંકમાં પડેલા નાણાની ઉઠાંતરી કરી તેઓ છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટર અને વકીલ સહિતના અભ્યાસુ લોકો પણ આવા છેતરપિંડી કરનારાઓની લપેટમાં આવી ચુક્યા છે. ત્યારે જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના મામલે કરોડો રૂપિયાનું જિલ્લાવાસીઓનું ધોવાણ થઇ ચુક્યું હોવાનું પણ બહાર આવ્યું છે.

1લી જૂનના રોજ મારા ખાતામાંથી 40 હજાર ઉપડી ગયા : ભોગ બનનાર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ બાદ પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે. કારણ કે, એક અરજદાર અને ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર 1લી જુનના રોજ તેમના ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. ત્યારે આ મામલે પોલીસ તંત્ર તથા સાયબર સેલને જાણ કરવામાં આવી હતી. છેતરપિંડીનો ભોગ બનનારે તમામ પ્રકારના પુરાવાઓ પણ આપ્યા હતા અને બેન્ક સ્ટેટમેન્ટ આપ્યું હતું.

પણ હજુ સુધી જે નંબર દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે, તે નંબર પણ ચાલુ છે. તે નંબર પણ અરજદાર અને છેતરપિંડીનો ભોગ બનનારા યુવક સુભાષભાઈ દ્વારા બી ડિવિઝન પોલીસને તથા સાઇબર સેલને આપવામાં આવ્યા છે. ત્યારે આજે આ મામલે સાત દિવસ થઈ ચૂક્યા છે. છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ફોન નંબર ચાલુ છે અને હજુ પણ સુભાષભાઈને વિવિધ પ્રકારની લાલચ આપવામાં આવી રહી છે અને છેતરપિંડીનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ પોલીસ તંત્ર આ મામલે લોકેશન પણ ગોતી શક્યું નથી અને આવા છેતરપિંડી કરનારાઓની અટકાયત કરી શકી નથી. ત્યારે પોલીસ કામગીરીથી આવા ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.

ઓનલાઇન છેતરપિંડીના મામલે જિલ્લા પોલીસ ન્યાય અપાવવામાં નિષ્ક્રિય!સૌ પ્રથમ વખત જ આવી છેતરપીંડી થાય તો પોતાના મોબાઈલમાં રહેલી ઓનલાઈન એપ્લિકેશન તથા બેન્ક એકાઉન્ટ બંધ કરી નાખવાની સલાહ તજજ્ઞો દ્વારા આપવામાં આવતી હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જ જિલ્લાવાસીઓ સાથે ઓનલાઇન છેતરપીંડી થાય તો તે તાત્કાલિક પડે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો સંપર્ક સાધતા હોય છે. પરંતુ ન્યાય ન મળતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ બેફામ રીતે જિલ્લામાં કરતા હોવાની ફરિયાદ બાદ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો ફરિયાદ દાખલ કરવા જાય તો તેમને ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. અને કોઈ પણ પ્રકારની આવા ઓનલાઇન છેતરપિંડી કરનારા સામે કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે આ મામલે પોલીસ તંત્ર પણ સતર્ક બની અને ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે તે પણ હવે જરૂરી છે. કારણ કે, સુરેન્દ્રનગર જિલ્લાના કરોડો રૂપિયા રોજના આવા છેતરપિંડી પાછળ લોકોના ડૂબી રહ્યા છે.

લોકો જાતે જ સતર્ક બનીને ઓનલાઇન થતી છેતરપિંડી અટકાવી શકે છેલોકોને એવી આશા હોય છે કે, જો કંઈક ક્ષેત્રે છેતરપિંડી થશે તો તેમના ન્યાય માટે તંત્ર છે પણ આ વસ્તુ તદ્દન ખોટી પુરવાર થતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. કારણ કે, જો છેતરપીંડી થાય ત્યાર બાદ પોલીસ તંત્રને જાણ કરવામાં આવે તો કાર્યવાહી નથી થતી. ત્યારે બીજી તરફ પોલીસ સ્ટેશનમાં પણ ધક્કા ખાવા પડતા હોય છે. માત્ર આશ્વાસન સિવાય બીજું કાંઈ ન મળતું હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે હવે આવી ઓનલાઇન છેતરપિંડીની અટકાવવા માટે લોકો જાતે જ અસરકારક બને કોઈ પણ પ્રકારના ઓટીપી, આધાર કાર્ડ નંબર, પાનકાર્ડ નંબર અથવા બેંક ડીટેલ અથવા કોઈપણ પ્રકારની આર્થિક લેવડ દેવડની માહિતી અજાણ્યા લોકોને ન આપે. જેથી ઓનલાઈન ફ્રોડ બનતું અટકી શકે છે ત્યારે હવે જાતે જ લોકોને ઓનલાઇન ફ્રોડ થતું અટકાવવાનો પ્રયાસ હાથ ધરવો જોઇએ. કારણ કે, તો જ શક્ય બને તેવી પરિસ્થિતિ છે.

ઓનલાઇન પેમેન્ટ અને ઓનલાઈન વસ્તુ ખરીદનારા લોકો સાવચેત બનેસુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. લોકોના ખાતામાંથી પૈસા ઉઠાવી લઈ અને પાયમાલ કરતા હોવાની ગેંગો સક્રિય બની છે. ત્યારે બીજી તરફ ખાસ કરી ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન વસ્તુ ખરીદી કરનારા તથા ઓનલાઇન પૈસાનું ટ્રાન્ઝેક્શન કરનારા લોકો આ મામલે સતર્ક બને કારણ કે, આવા લોકો સાથે છેતરપિંડીના બનાવો વધુ બનતા હોવાનું પણ એક પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરતા સમયે કોઈને ઓટીપી ના આપે અથવા કોઈ એવા અજાણ્યા નંબર પરથી ફોન આવે તો તે રિસીવ ન કરે અને કરે તો તેને કોઈપણ પ્રકારની બેન્ક એકાઉન્ટ અથવા આધાર કાર્ડ અથવા ફોનમાં આવતા ઓ.ટી.પી અને લિંકો પર ક્લિક ન કરે તે પણ હવે જરૂરી બન્યું છે. જો જિલ્લાવાસીઓ આ મામલે થોડીક ભૂલ કરશે તો તેમના બેંકમાં પડેલા તમામ નાણાં આવા ફ્રોડ કરનારા ઉપાડી લેશે એટલે આ મામલે તેઓ સાવચેત રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...