તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૉંગ્રેસમાં ગાબડું:સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના હોદેદારો, પૂર્વ હોદેદારોએ 'હાથ'નો સાથ છોડી આપનું 'ઝાડુ' પકડ્યું

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના હોદેદારો, પૂર્વ હોદેદારોએ 'હાથ'નો સાથ છોડી આપનું 'ઝાડુ' પકડ્યું
  • આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના હોદેદારો, પૂર્વ હોદેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યોં છે. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આમ‌ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તમામનુ સ્વાગત કર્યું હતુ.

સુરેન્દ્રનગર જીલ્લામાં તાલુકા અને જીલ્લા પંચાયતોમાં અને નગરપાલિકાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યોં હતો. એમાય કોંગ્રેસ હસ્તકની જીલ્લા પંચાયતમાં પણ ચૂંટણી બાદ ભાજપનો ભગવો લહેરાતા કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. આથી સુરેન્દ્રનગર શહેરના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ કોટેચા અને પૂર્વ વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને સુરેન્દ્રનગર જીલ્લા માલધારી સેલના પ્રમુખ સતિષભાઇ ગમારા અને પૂર્વ વઢવાણ શહેર ઉપ પ્રમુખ જીતુભાઇ દલવાડીએ બે દિ'અગાઉ કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના હોદેદારો, પૂર્વ હોદેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યોં છે. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આમ‌ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તમામનુ સ્વાગત કર્યું હતુ. આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, પુર્વ હોદેદારો સહીત અંદાજે 50થી વધુ લોકો‌ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો વ્યાપી ગયો હતો.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં ‌આમ‌ આદમી પાર્ટી વધુ મજબૂત અને સંગઠીત થઈ એક મોટા અને સક્ષમ રાજકીય પક્ષ તરીકે રાજ્ય સહિત દેશમાં લડત આપશે તેવું આહવાન પણ‌ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...