ધરપકડ:સુરેન્દ્રનગર જિલ્લામાં 10 માસ ને 20 દિવસમાં 423 વોન્ટેડમાંથી 88 પકડાયા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ પણ 335 આરોપીઓ પોલીસ પકડથી દૂર
  • જિલ્લામાં જુદા જુદા ગુનામાં નાસતા ફરતા 361માંથી 56 અને પેરોલ વોન્ટેડના 62માંથી 32 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા ગુનાઓ આચરતા શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લામાં જાન્યુઆરી-2021થી લઇને 20 નવેમ્બર-2021 સુધીમાં 423 જેટલા વોન્ટેડ આરોપીઓ ધ્યાને આવ્યા હતા. જેમાં પોલીસતંત્ર દ્વારા 88 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે હજુ પણ નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસે દોડ લગાવી છે. જિલ્લામાં દારૂ, જુગાર, ચોરી, લૂંટ સહિતના ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઇને જિલ્લા પોલીસ તંત્રે આવી ગુનાહિત પ્રવૃતિઓ કરતા શખ્સો સામે સુરેન્દ્રનગર એલસીબી, પેરોલ ફર્લો, એસઓજી સહિતની જુદી જુદી ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં જુદા જુદા ગુનાઓ તેમજ પેરોલ વોન્ટેડના જાન્યુઆરીથી તા. 20 નવેમ્બર સુધીમાં કુલ 423 જેટલા વોન્ટેડ આરોપીઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા 361માંથી 56 આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. જ્યારે જુદા જુદા ગુનામાં જેલની સજા ભોગવતા આરોપીઓ રજા લઇને પાછા હાજર નહી થયેલા પેરોલ વોન્ટેડના કુલ 63 આરોપીઓ ધ્યાને આવ્યા હતા. જેમાંથી 32 જેટલા આરોપીઓને પકડી પાડયા હતા.

બીજી તરફ જિલ્લામાં અનેક ગુનાઓમાં નાસતા ફરતા 305 તેમજ પેરોલ ફર્લો વોન્ટેડના 30 સહિત કુલ 335 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસતંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે એલસીબી પીઆઈ એમ.ડી.ચૌધરીએ જણાવ્યુ કે, જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના કેટલા આરોપીઓ છે તેની યાદી સાથે જુદી જુદી ટીમો બનાવીને વોન્ટેડ આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...