તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 7,196 લોકોએ રસી મુકાવી

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસીકરણનો આંક 9.96 લાખને પાર

સુરેન્દ્રનગર જિલ્લામાં 68 કેન્દ્ર પર ગુરૂવારે રસીકરણ કાર્યક્રમ યોજાતા 7,196 લોકોએ રસી લીધી હતી. પરિણામે જિલ્લામાં કુલ 9,96,653 કોરોનાથી રક્ષણ આપતી રસી મુકાવી છે. જેમાં પ્રથમ ડોઝ 8.26 લાખ લોકોએ અને બંન્ને ડોઝ 1.70 લાખ લોકોએ મુકાવી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકસપ્તાહ ઓગષ્ટ દરમિયાન એક સપ્તાહમાં જિલ્લામાં કુલ 96,014 લોકોએ રસી મુકાવી હતી.

અત્યાર સુધીમાં કુલ 9,96,653 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 8,26,629 લોકોએ પ્રથમ ડોઝ અને 1,70,024 લોકોએ બીજો ડોઝ લીધો હતા.આમ લોકોની વસ્તીમાં 9.96 લાખ લોકોની રસીનો ડોઝ લીધો હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં 25 ઓગસ્ટને બુધવારે યોજાયેલા 68 કેન્દ્રના રસીકરણ કાર્યક્રમમાં 7196 લોકોએ રસીનો લાભ લીધો હતો.રસીકરણ આંકમાં 5,21,788 પુરૂષ, 4,74,702 મહિલાઓ રસીનો ડોઝ મુકાવી ચુક્યા છે.

19થી 25 ઓગસ્ટ દરમિયાન 6 દિવસમાં 47,596 લોકોનુ રસી કરણ થયુ છે.હાલ રસીમુકવાની કામગીરીને વેગ આપવા માટે રાત્રી રસીકરણ કેમ્પ પણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા લોકો વધુમાં વધુ રસી માટે પ્રેરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...