તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં 4 લાખ યુવાનો સહિત 7 લાખ લોકોએ પહેલો ડોઝ જ્યારે 1.29 લાખે બીજો ડોઝ લીધો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણની ગતિ વધતા હવે શહેરી વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન પણ રસી દેવાનું ચાલુ રખાયુ હતુ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણની ગતિ વધતા હવે શહેરી વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન પણ રસી દેવાનું ચાલુ રખાયુ હતુ.
  • બુધવારે સાંજના 7 કલાક સુધીમાં 71 કેન્દ્ર પરથી 6294 લોકોએ રસી લીધી
  • લોકો હજુ વધુમાં વધુ રસી લેવા આવે તેવી તંત્રની અપીલ

જિલ્લામાં 18-44 વર્ષના અંદાજે 4 લાખ સહિત કુલ 7 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે. આ સાથે પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 7,01,287 પર પહોંચી ગઇ હતી. બુધવારે થયેલા રસીકરણમાં સાંજના 7 કલાક સુધીમાં 6294 લોકોએ રસીનો લાભ લીધો હતો.

જિલ્લામાં 18+ની વયના લોકો વધુમાં વધુ રસી લે તે માટે આરોગ્ય તંત્રે દ્વારા કમર કસવામાં આવી છે. અત્યાર સુધીમાં 7 લાખને પાર કરીને જિલ્લામાં 7,01,287 લોકોએ પ્રથમ ડોઝ પૂર્ણ કર્યો હતો. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય પંથકના લોકોમાં રસી લેવામાં ઝડપી આવી હોય તેવો ઘાટ સર્જાતા ગામડાઓમાં પણ 100 ટકા રસીકરણની કામગીરી બહાર આવી છે. બુધવારે 71 કેન્દ્ર પર 6294 લોકોએ રસી લીધી હતી. હાલની સ્થિતિએ 4,36,032 પુરૂષો તેમજ 3,94,192 મહિલાઓ સહિત કુલ 8,30,363 લોકોનું રસીકરણ થયું હતું.

છેલ્લા સપ્તાહમાં 6 ગણા ગ્રામજને રસી લીધી

તારીખગ્રામ્યશહેર
3-8-2157832622
5-8-21187222831
6-8-21185721820
7-8-21158532043
8-8-21252164
9-8-21173352944
10-8-2188371825
કુલ8562714249

સૌથી વધુ રસીકરણ

કેન્દ્રરસીકરણ
UHC વઢવાણ ઘરશાળા28304
UHCજોરાવરનગર લાયબ્રેરી28046
UHC વેપારી મંડળ ન્યૂ25413
સી.યુ.શાહ સરકારી24036

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...