તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:સુરેન્દ્રનગર જિલ્લામાં 3.13 લાખની મતા સાથે 42 જુગારીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગણપતિ ફાટસર વિસ્તારમાંથી જુગાર રમતા ઝડપાયા હતા. - Divya Bhaskar
ગણપતિ ફાટસર વિસ્તારમાંથી જુગાર રમતા ઝડપાયા હતા.
  • સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, સાયલા, હળવદમાં જુગારના દરોડા

સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારના દિવસો નજીક આવતા જુગારીઓ અનેક વિસ્તારોમાં જુગાર રમી રહ્યા છે. પોલીસ તંત્રે સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, સાયલા અને હળવદ સહિતના વિસ્તારોમાં દરોડા પાડતા જુદા જુદા સ્થળોએથી 42 શખસને રૂ. 3,13,290ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે જુગાર રમતા ઝડપાયેલા શખસો.
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે જુગાર રમતા ઝડપાયેલા શખસો.

સુરેન્દ્રનગર સિટી પોલીસ ટીમે બાતમીના આધારે શહેરની ટીબી હોસ્પિટલ પાછળ રામચંદ્ર ગંગવાણીના મકાનમાં જુગારની રેડ કરતા સુમીત ગંગવાણી, વિશાલ પાટડીયા, જીજ્ઞેશ શ્રવણ, મિત જાની, રવી જાની, નિષિત દાવડા, કૃણાલ રોજાસરાને 56750ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પકડાયેલા શખસ સામે શક્તિસિંહ સોલંકીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમે ગણપતિ ફાટસર વિસ્તારમાં જુગારની રેડ કરતા ગૌતમ પરમાર, ચંદુભા રાઠોડ, અરિવંદ પરમાર, જગદીશ સાગઠીયા, દલા સોલંકી, હિતેષ વાઘેલાને જુગાર રમતા રૂ. 33500ની રોકડ, 4 મોબાઇલ, 2 બાઇક સહિત કુલ રૂ. 1,02,500નો મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. દેદાદરા ગામે ભગવાન કુનતીયા, યુવરાજસિંહ ઝાલા, મનસુખ પનારા, બળવંત કુનતીયાને જુગાર રમતા 6360ની મત્તા સાથે અને વઢવાણ બારી રોડ પર વરલી મટકાનો જુગાર રમતા વજીમ વડદરીયાને રૂ. 2200ની રોકડ સાથે પકડી લીધા હતા.

ધ્રાંગધ્રા પીઆઈ એ.એચ.ગોરી અને સ્ટાફ દ્વારા ભરાડામાં રેડ પાડી ઘનશ્યામ અગોલા, દિલીપ ધોળું, પ્રકાશ મેથાણીયા, જયંતી ધોળીને જુગાર રમતા 70 હજારની રોકડ, મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

સાયલાના કાશીપરા ગામે પોલીસે રેડ કરતા રાજેશ જાંબુકીયા,અજીત મેણીયા, અક્ષય મેણીયા, હસમુખ ઘરેજીયા, જયંતિ મેણીયા, રમેશ પરમારને રૂ.11,650ની રોકડ ઝડપી લીધા હતા. બીજા બનાવમાં રમણીકભાઇ દલવાડીની વાડીએ સાયલા પોલીસે રેડ કરતા ભરતસિંહ જાડેજા, રણજીત ચૌહાણ, રાજુ કોશીયા, પરસોત્તમ હડીયલ, હરજી કણઝરીયા, પરેશ સતાણીને 42,950ના મુદામાલ સાથે પકડ્યા હતા.

હળવદના રણમલપુર ગામે ચોકડી પાસે પોલીસે જુગારની રેડ હરેશ રાઠોડ, જલારામ કાકરેશા અને મેરૂ ખટાણાને 10,780ની રોકડ સાથે પકડી લીધા હતા. આ બનાવમાં હિતેશભાઈ નાસી છૂટ્યા હતા. જ્યારે પીએસઆઈ પી.જી.પનારા, ભરતભાઈ આલ, મયુરભાઈ ઠાકોર. સુખદેવભાઈ દલવાડી સહિતના પોલીસ કર્મીઓ હળવદના ભવાનીનગર ઢોરા પાસે રેડ કરતા ગોવિંદ જખાણીયા, સાકીર દિવાન, અલ્તાફ રાજા, વિમલ ઉર્ફે મિથુન ગોસાઇ, બજરંગ ગોહીને જુગાર રમતા 10,100ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...