તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:સુરેન્દ્રનગર જિલ્લામાં 3 PSIની બદલી, 2 નવા PSI આવ્યા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયના જિલ્લાઓના 77 પીએસઆઈઓની જિલ્લામાં અરસપરસ બદલીઓ કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ પીએસઆઈની અન્ય જિલ્લામાં તેમજ બે નવા પીએસઆઈની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 12 જુલાઈને અષાઢી બીજના દિવસે જિલ્લામાં 67 પોલીસકર્મીઓની અરસપરસ બદલીઓ કરવામાં આવી હતી. ત્યારે તા. 13 જુલાઈને મંગળવારે રાજયના જિલ્લાઓમાં બિન હથીયાર પોલીસ સબ ઇન્સ્પેકટરોની અરસપરસ બદલી કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી રબારી હેતલબેન માલજીભાઈને ખેડા, ગોહિલ રામદેવસિંહ જામસિંહને રાજકોટ ગ્રામ્ય તેમજ સોનારા પુષ્પાબેન રમેશભાઈની અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે બદલીઓ કરવામાં આવી હતી. જ્યારે બે નવા પીએસઆઈ આવતા ગાંધીનગરથી પીએસઆઇ સોલંકી મહાવીરસિંહ હેમંતસંગની સુરેન્દ્રનગર અને અમદાવાદ શહેરથી પીએસઆઈ ડાભી નાજાભાઈ અરજણભાઈની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલીઓ કરવામાં આવી હતી.

રાજયના જિલ્લાઓમાં કુલ 77 પીએસઆઈઓની અરસપરસ બદલીઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...