તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે કોરોના 22 પોઝીટીવ કેસ નોંધાયા

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરની ગાંડી મહિલા - Divya Bhaskar
સુરેન્દ્રનગરની ગાંડી મહિલા
 • જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવનો આંકડો 3636 પર પહોંચ્યો
 • જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા 180એ પહોંચી
 • રાહતના સમાચાર શનિવારે જિલ્લામાં એકપણ મોત નહીં
 • સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિત નિયમોનું પાલન કરવુ આવશ્યક બન્યું

સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતતધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 22 કેસોનો શનિવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ 3636ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એક્ટીવ કેસોની સંખ્યા 180 પર પહોંચી જવા પામી હતી.

ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિનપ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે.ગુરૂવારે 14, શુક્રવારે 14, શનીવારે 22 કેસ પોઝીટીવ નોંધાયા હતા. આમ જિલ્લામાં ત્રણ દિવસથી કોરોના કેસ ડબલ ફિગરમાં નોંધાતા નવા 22 કેસોના ઉમેરા સાથે સાથે કુલ 3636 પર પોઝીટીવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે શનિવારે રાહતના સમાચાર એ રહ્યા હતા કે એકપણ દર્દીનો મોત થયુ ન હોવાથી મૃતક આંક 229 પર સ્થિર રહ્યો હતો. આ ઉપરાંત કોઇ કોરોના દર્દી ગુરૂવારે સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક 3227 પર જ સ્થિર રહ્યો હતો. જ્યારે જિલ્લામાં કોરોના એક્ટીવ કેસોનીં સંખ્યા 180 પર પહોંચી ગયો છે.આમ વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશીયલ ડિસ્ટન્સ,માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

મૂળી તાલુકામાં કોરોના વિષ્ફોટ : દશથી વધુ કેસ

મૂળી તાલુકામાં કેટલાક સમયથી કોરોનાં જાણે ભુલાઇ ગયો હોય તેમ બહુજ ઓછા કેસો આવતા હતા પરંતુ શનિવારે મૂળીનાં અલગ અલગ વિસ્તારમાંથી ચાર કેસ તેમજ મૂળી પોલીસ મથકમાં ત્રણ કેસ તેમજ જશાપર ગામે ચાર જેટલા કેસો સાથે એક સાથે દશ જેટલા કેસો સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે અને આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.

લખતર તાલુકામાં વધુ 4 કોરોના ના કેસ નોંધાયા

લખતર તાલુકામાં કોરોના વાઇરસ ધીમે ધીમે વકરી રહ્યો હોય તેવું જોવા મળે છે. ત્યારે તા.1-4-21ના રોજ 8 કેસ નોંધાયા બાદ 2-4-21ના રોજ એકપણ કેસ નોંધાયો ન હતો. ત્યારે હવે ફરી પાછા આજે તા.3-4-21ના રોજ તાલુકામાં વધુ 3 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં લખતર શહેરમાં 2 અને તાલુકાનાં બજરંગપૂરા ગામે 1 કેસ જ્યારે લખતર પીએસઆઈ ને કોરોના પોઝિટિવ આવતા કુલ 4 કેસ નોંધાયા છે.

બે ડોઝ લીધા બાદ પણ ગાંધી હોસ્પિટલની મહિલા કર્મી કોરોના પોઝિટીવ

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ભાવનાબેન બી.વાઘેલાએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તા. 22 જાન્યુઆરી અને બીજો ડોઝ 28 દિવસ બાદ લીધો હતો. પરંતુ ભાવનાબેનની તબીયત બગડતા અને કોરોનાનો રિપોર્ટ કરાવતા તા. 3 માર્ચને શનિવારે તેઓને કોરોના પોઝિટીવ આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ હાલ તેઓ હોમ આઇસોલેશનમાં હોવાનું મયુરભાઈ પાટડીયાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો