તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ યથાવત, શુક્રવારે 14 પોઝિટિવ કેસ નોંધાયા

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો - Divya Bhaskar
સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
 • જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવનો આંકડો ત્રણ હજાર 600ને પાર પહોંચ્યો
 • બુધવારે સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો

ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે. ત્યારે શુક્રવારે વધુ 14 કોરોના પોઝિટિવ કેસો જિલ્લામાં નોંધાયા હતા. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 14 કેસોના ઉમેરા સાથે સાથે કુલ 3614 પર પોઝીટીવ કેસનો આંક પહોંચી ગયો હતો.

જ્યારે શુક્રવારે રાહતના સમાચાર એ રહ્યા હતા કે એકપણ દર્દીનો મોત થયુ ન હોવાથી મૃતક આંક 229 પર સ્થિર રહ્યો હતો. આ ઉપરાંત કોઇ કોરોના દર્દી શુક્રવારે સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક 3227 પર જ સ્થિર રહ્યો હતો. જ્યારે જિલ્લામાં કોરોના એક્ટીવ કેસોનીં સંખ્યા 158 પર પહોંચી છે. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશીયલ ડિસ્ટન્સ,માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

સુરેન્દ્રનગર સબજેલમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયોસુરેન્દ્રનગર સબજેલના બંદીવાન ભાઇઓ બહેનો કોરોના સામે રક્ષિત કરવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આથી બુધવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમાર, સિવિલ સર્જન ડો.વસેટીયન, ડો.બી.કે.વાઘેલા ડો.આરતીબેન સિંધવ, ડો.શૈલેષભાઇ મીઠાપરા અને ટીમે 182 બંદીવાન ભાઇઓ બહેનનોને કોરોના વિરોધી રસી મુકવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા સબજેલ ઇનચાર્જ અધિક્ષક એચ.આર.રાઠોડ જેલર પી.એમ.રાઠોડ જેલ સ્ટાફે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો