તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે 75 નવા કેસ સામે 107 દર્દી સ્વસ્થ થયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના કારણે 2 દર્દીના મોત
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 6933 પર પહોચ્યોં

સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 75 કેસોનો ગુરૂવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 6933ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં ચિંતાની વાત એ કે, ગુરૂવારે સારવાર દરમિયાન 2 કોરોના દર્દીઓના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 445 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે. આજે ગુરૂવારે 75 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 75 પોઝીટીવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 6933 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે ગુરૂવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, ગુરૂવારે સારવાર દરમિયાન 2 કોરોના દર્દીઓના મોતની ઘટના બનતા મૃતક આંક 445 પર પહોચ્યોં હતો.

આ ઉપરાંત 107 દર્દીઓ બુધવારે સાજા થતા કુલ કોરોના મુક્ત આંક 6215 પર પહોચ્યોં હતો. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...