ધરપકડ:સુરેન્દ્રનગર શહેરમાં 6 બંધ ઘરના તાળા તોડનાર શખ્સ 3 સાગરીતો સાથે પકડાયો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા.
  • સિટી પોલીસે બાતમી આધારે રિવરફ્રન્ટ પરથી પસાર થતા હતા ત્યારે આરોપીને પકડી લીધા
  • બે મહિલાઓ પાસેથી​​​​​​​ પણ ચોરીના ઘરેણા મળી આવ્યા, સોના ચાંદીના ઘરેણા, બાઇક રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા 6.29 લાખથી વધુનો મુદામાલ મળી આવ્યો

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એક પછી એક ચોરીના ગુનાને અંજામ આપનાર તસ્કર તેના 3 સાગરીતો સાથે પકડાઇ ગયો હતો. આરોપીઓ રીવરફ્રન્ટ ઉપરથી પસાર થવાના હોવાની હકીકત મળતા સિટી પોલીસની ટીમે બે મહિલા સાથે બાઇક લઇને આવતા ચારેયને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી ચોરીના ઘરેણા, રોકડ તથા મોબાઇલ સહિત કુલ રૂ.6,29,879નો મુદામાલ પણ મળી આવ્યો હતો. શહેરમાં ચોરીના બનાવોને રોકવા માટે ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયાએ આપેલી સુચના અનુસાર સિટી પીઆઇ ટી.બી.હિરાણીના માર્ગદર્શનથી સિટી ડિ સ્ટાફની ટીમ શહેરમાં ખાનગી રાહે તપાસ કરી રહી હતી.

દરમિયાન ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર અને પ્રવિણભાઇને મળેલી બાતમી આધારે રીવરફ્રન્ટ ઉપર પોલીસ ટીમ વોચમાં હતી દરમિયાન બે બાઇક લઇને આવતા રાહુલ અને શકિત ઉર્ફે લાલાએ પોલીસને જોઇને બાઇક મારી મુકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ પીછો કરીને રાહુલ, શકિત ઉર્ફે લાલો તથા તેની સાથે રહેલા ભાનુબેન અને રૂપાબેનને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી અલગ અલગ રીતે સોના ચાંદીના ઘરેણા, મોબાઇલ તથા રોકડ સહિત કુલ રૂ.6,29,879 નો મુદામાલ મળી આવ્યો હતો.

જે પૈકી રાહુલે શહેરમાં 6 જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં તાજેતરમાં જ જંકશન પાસે થયેલા 28 તોલા સોનાના ઘરેણાની ચોરી તથા વકીલ સોસાયટીમાં બે જગ્યાએ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ કામગીરીમાં સીટી પોલીસના હારૂનભાઇ, રાજેન્દ્રભાઇ ભરવાડ, કિશનભાઇ ભરવાડ, હરદેવસિંહ ઝાલા, મુકેશભાઇ ઉતેલીયા સહિતની ટીમે પ્રયાસ કર્યા હતા. આરોપી સામે ગુનો દાખલ કરીને રીમાંડ મેળવવાની તૈયારી હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપીના નામ
રાહુલ પેથાભાઇ સરવરીયા- રહે.ચાર માળીયા પાસે સુરેન્દ્રનગર, રૂપાબેન પ્રકાશભાઇ સરવરીયા- રહે.ચાર માળીયા પાસે,સુરેન્દ્રનગર, શકિત ઉર્ફે લાલો સાગરભાઇ થરેસા - રહે. વિહત પાર્ક,અંબાજીના મંદિર પાસે,સુરેન્દ્રનગર, ભાનુબેન પેથાભાઇ સરવરીયા- રહે.ચાર માળીયા પાસે,સુરેન્દ્રનગર

તાળા તોડવાની એક સરખી સ્ટાલઇ આરોપીને ભારે પડી
શહેરમાં તાજેતરમાં જે બે મોટી ચોરી થઇ તેનું વિજયસિંહ પરમારે ટીમ સાથે બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં બંને ઘરમાં એક જ સ્ટાલઇથી તાળા તુટયા હતા. તે જોતા બંને ચોરી એક જ વ્યકિતએ કરેલી હોવાનું સ્પષ્ટ થઇ ગયુ હતુ. આથી આવી રીતે ચોરી કરવાનો એમઓ ધરાવનાર આરોપીઓ ઉપર નજર રાખીને ચોરીનો ભેદ ઉકેલી દિધો હતો.

ચોરીના પૈસેે ગાંજો પી મોજ કરતા
બંને આરોપીઓ ગાજાનો શોખીન છે. ચોરીના પૈસા આવે એટલે ગાંજો પી મોજ મજા કરતા હતા. ચોરીમાં આવેલો સામન મહિલાઓને આપી દેતા હતા. અને પૈસા ખુટી જાય એટલે પછી ફરીથી ચોરી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...