દુર્ઘટના:સુરેન્દ્રનગર કડબ ભરેલા ટ્રકમાં વીજવાયર અડકી જતાં આગ લાગતાં અફરાતફરી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર આવેલા ખોડીપરામાં કડબ ભરેલા ટ્રકમાં વીજવાયર અડકી જતાં આગ ભભૂકી ઉઠતી હતી. ટ્રકમાં રહેલી કડબ ભડભડ સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકના માલિકે પાલિકામાં જાણ કરતાફાયરની ટીમ દોડી ગઇ હતી. મિની ફાયરના બંબા દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગ કાબુમાં ન આવતા પાલિકાના હાઉસટેક્સ ઇન્સ્પેક્ટર છત્રપાલસિંહ ઝાલા, જયભાઇ રાવલ, દિગુભા, વિજયસિંહ, જીગ્નેશભાઇ બારૈયા સહીતની ટીમને લઇને બીજા ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા અને ફાયરની ટીમનાઅંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરની સાથે સાથે જેસીબીની પણ મદદ લઇ બચેલી કડબ દુર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...