આગ:સુરેન્દ્રનગરમાં નવા વર્ષના પ્રારંભે ફર્નિચરના શો રૂમમાં આગ લાગતા અફડા-તફડી મચી, સદભાગ્યે કાઈ જાનહાની નહિં

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં નવા વર્ષના પ્રારંભે ફર્નિચરના શો રૂમમાં આગ લાગતા અફડા-તફડી - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં નવા વર્ષના પ્રારંભે ફર્નિચરના શો રૂમમાં આગ લાગતા અફડા-તફડી
  • ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
  • શો-રૂમના માલિકને આગના પગલે મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો

સુરેન્દ્રનગરના સોનાપુર રોડ પર ફર્નિચરના શો રૂમમાં આગ લાગી હતી. જેથી દોડધામ મચી હતી. દિવાળી બાદ બેસતા વર્ષના દિવસે જ સવારના સમયે અચાનક શો રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે સ્થાનિકોએ પાલિકા તંત્રને જાણ કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ભારે. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

સોનાપુર રોડ પર ફર્નિચરના શો રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગની ઘટનાને લઇને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લોકોએ પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો. સુરેન્દ્રનગરની મેઇન બજારના શો-રૂમમાં આગની ઘટનાના પગલે લોકોમાં અફડા-તફડી મચી હતી.

દિવાળી બાદ બેસતા વર્ષના દિવસે જ સવારના સમયે અચાનક શો રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ભયાવહ આગના પગલે આજુબાજુના દુકાનદારો દુકાન બહાર અને રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા. સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને જાણ કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. જોકે, શો-રૂમના માલિકને આ ભયાવહ આગના પગલે મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો.