મહિલાઓનો હલ્લાબોલ:સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરોને ભરઉનાળે પાણી માટે વલખાં, રોષે ભરાયેલી મહિલાઓ પાલિકાએ ધસી ગઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરોને ભરઉનાળે પાણી માટે વલખાં - Divya Bhaskar
સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરોને ભરઉનાળે પાણી માટે વલખાં
  • ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા
  • મહિલાઓએ સુરેન્દ્રનગર પાલિકાના એન્જિનિયર સહિતના સત્તાધિશોને રજૂઆત કરી

સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરોમાં ભરઉનાળે પાણી ન મળતા સોસાયટીની મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. હાલમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા છે.

સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. જેમાં ટોળા સાથે આવેલી મહિલાઓએ સુરેન્દ્રનગર નગરપાલિકાના એન્જિનિયર સહિતના સત્તાધિશોને ઉગ્ર રજૂઆત કરી હતી.

જેમાં સોસાયટીમાં પાણીની પાઇપલાઇનમાં પાણી ન આવતું હોવાની રાવ સાથે ફરીયાદ કરવામાં આવી હતી. હાલમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા છે.

આથી રોષે ભરાયેલી મહિલાઓએ આ વિકટ સમસ્યા બાબતે તાત્કાલિક પાણી સમસ્યાનો હલ લાવવા આહ્વાન કર્યું હતુ. ત્યારે સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમાં ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...