તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડાત્મક કાર્યવાહી:સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોના ભંગથી 2021-જુન માસમાં દરરોજ 112 લોકો દંડાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોના ભંગથી 2021-જુન માસમાં દરરોજ 112 લોકો દંડાયા - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોના ભંગથી 2021-જુન માસમાં દરરોજ 112 લોકો દંડાયા
  • 3361 લોકો પાસેથી 17,88,300નો દંડ વસૂલાયો
  • એક જ માસમાં 111 વાહનો ડિટેઇન કરાયા

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જુન માસમાં 3361 લોકો ઝપટે ચડી ગયા હતા. ત્યારે તેમની પાસેથી જુદા જુદા નિયમોના ભંગ બદલ કુલ 17,88,300નો દંડ વસૂલાયો હતો. જ્યારે 111 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેશન, કોલેજ રોડ, રિવરફ્રન્ટ, હેન્ડલૂમચોક, જવાહરચોક, ટાવર રોડ,ટાંકીચોક, પતરાવાળી તેમજ વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના સ્થળોએ જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની માર્ગદર્શન અને સૂચનાથી ટ્રાફિક પીએસઆઈ સી.એ.એરવાડીયા સહિતની ટ્રાફિક ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારે 2021ના જૂન માસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સહિતના લોકો ઝપટે ચડી ગયા હતા. જેમાં એમવીએ હેઠળ એનસી દાખલ કરીને 2511 લોકોને રૂ. 7,78,400 દંડ કરાયો હતો. આ ઉપરાંત 111 વાહનો ડિટેઇન કરીને ચાલકોને રૂ. 4,83,600, માસ્ક નહી પહેરતા અને જાહેરમાં થૂંકતા 513 લોકોને 5,13,000નો ફટકાર્યો હતો.

આ ઉપરાંત ટ્રાફિક અડચણરૂપ લારી-ગલ્લાના 106 લોકોને 10,600, તમાકુ અંગે 27 લોકો સામે કાર્યવાહી કરીને 2,700નો દંડ કરાયો હતો. જ્યારે સોશિયલ ડિસ્ટન્સના 67, ટ્રાફિકઅડચણરૂપ લારી-રિક્ષાના 21 તેમજ પૂરઝડપ વાહન હંકાકરતા 4 અને કેફી પીણુ પીને વાહન ચલાવતા 1 ચાલકા સામે ગુનો નોંધાવ્યો હતો. છેલ્લા એક માસમાં 3361 લોકો નિયમોનો ભંગ કરતા રૂ. 17,88,300નો દંડ કરાયો હતો. આમ જૂનમાં દરરોજ 112 લોકો નિયમોનો ભંગ કરતા ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...