વાહનચાલકોમાં ફફડાટ:એસટી-ટ્રાફિક ચેકિંગમાં 10 વાહનો ડિટેઇન કરી 1.20 લાખનો દંડ કરાયો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એસટી અને ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાતા 10 જેટલા વાહનો ડિટેઇન કરાયા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એસટી અને ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાતા 10 જેટલા વાહનો ડિટેઇન કરાયા હતા.
  • 7 કાર, 3 સિટી રાઇટ બસ ડિટેઇન કરાતાં વાહનચાલકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે એસટી અને ટ્રાફિક તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 10 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1.20 લાખનો દંડ કરાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડના વિસ્તારોમાંથી જ મુસાફરો ભરી જવાની ખાનગીવાહનો સામે ફરિયાદો ઉઠી છે. આથી જિલ્લામાં થોડા દિવસોથી આવા ચાલકો સામે એસટી અને સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયુ છે.

આથી પોલીસ અધિક્ષક હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એન.એચ.સોલંકી, એસટીના કર્મચારી સાગરભાઇ તેમજ રામસંગભાઇ, સરદારસિંહ, રાજેશભાઈ, ટીઆરબી રોહિતભાઇ, રામસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરીને ખાનગીવાહનોમાં મર્યાદા કરતા વધુ લોકોને ભરીને દોડતા તેમજ ટ્રાફિક સહિતના નિયમોનું ઉલ્લઘન કરતા ચાલકો ઝપટે ચડી ગયા હતા. અને શુક્રવારે 7 સાત ઇકો કાર અને 3 સીટી રાઇટ બસને આરટીઓના મેમાં આપી સીટી એડિવીઝન તેમજ બીડિવીઝન અને જોરાવરનગર પોલીસ સ્ટેશન ને સોંપી આપ્યા હતા. આ બનાવમાં કુલ 10 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1,20,000નો દંડ કરાતા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...